શોધખોળ કરો

Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટર્બ્યુલન્સ થયું હતું.  મંગળવારે (૪ ઓગસ્ટ) ના રોજ, વિમાન ફુકેટથી દિલ્હી આવી રહ્યું હતું ત્યારે અચાનક થોડા સમય માટે નીચે આવવા લાગ્યું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ફુકેટ-દિલ્હી AI-2379 ફ્લાઈટમાં અચાનક ટર્બ્યુલન્સ અનુભવાયું.
  • તેના કારણે કેટલાક મુસાફરો અને ક્રૂ સભ્યોને નાની ઇજાઓ થઈ.

થાઈલેન્ડના ફુકેટથી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટર્બ્યુલન્સ થયું હતું.  મંગળવારે (૪ ઓગસ્ટ) ના રોજ, વિમાન ફુકેટથી દિલ્હી આવી રહ્યું હતું ત્યારે અચાનક થોડા સમય માટે નીચે આવવા લાગ્યું. જોકે, ફરી કંટ્રોલ મેલવી લેવામાં આવ્યો હતો.  ફ્લાઈટ AI-2379 માં  ટર્બ્યુલન્સના કારણે કેટલાક મુસાફરો અને ક્રૂ સભ્યો ઘાયલ થયા હતા.

એરલાઈન અનુસાર, વિમાન દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે કોઈને ગંભીર ઈજા થઈ નથી. જોકે, કેટલાક મુસાફરો અને ક્રૂ સભ્યોને નાની ઈજાઓ થઈ હતી. સાવચેતી રૂપે, તેમને એરપોર્ટ મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં એર ઈન્ડિયાની મેડિકલ ટીમ તેમની સંભાળ રાખી રહી છે.

સ્વચ્છ આકાશમાં ઉથલપાથલ કેવી રીતે થયું ટર્બ્યુલન્સ

ફુકેટથી આવતી ફ્લાઈટમાં 134 મુસાફરો હતા. એરલાઈન સૂત્રો કહે છે કે એર ઈન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઈટ AI-2379 દિલ્હીમાં ઉતરવાની તૈયારીમાં હતી ત્યારે અચાનક ટર્બ્યુલન્સનો ભોગ બની હતી. સ્વચ્છ હવાનું તોફાન એ અચાનક ઉદ્ભવતું તોફાન છે જે સ્વચ્છ આકાશમાં થાય છે. તેમાં વાદળો, વરસાદ કે તોફાનનો સમાવેશ થતો નથી, જેના કારણે પાઇલટ માટે અગાઉથી તેને ઓળખવું મુશ્કેલ બને છે.

વિમાનને પણ નુકસાન થયું

સૂત્રો અનુસાર, વિમાનને થોડું નુકસાન થયું હતું. જોકે, તે દિલ્હીમાં સુરક્ષિત રીતે ઉતર્યું. મહત્વનું છે કે, હવામાન સામાન્ય લાગતું હતું, પરંતુ પવનના પ્રવાહમાં અચાનક અને તીવ્ર ફેરફારને કારણે વિમાનમાં ગંભીર ઉદ્ભવ થયો હતો. 

ટર્બ્યુલન્સ (Turbulence) એટલે શું?

ટર્બ્યુલન્સ એટલે હવામાં અચાનક થતી અસ્થિરતા અથવા હવાના પ્રવાહમાં આવતો અનિયમિત ફેરફાર. જ્યારે વિમાન આવી અસ્થિર હવાના વિસ્તારમાંથી પસાર થાય છે ત્યારે તે થોડું ધ્રૂજવા, હચમચવા અથવા ઉપર-નીચે થવા લાગે છે. આ સ્થિતિને ટર્બ્યુલન્સ કહેવામાં આવે છે.

ટર્બ્યુલન્સ થવાના મુખ્ય કારણો:

વાદળો અને તોફાની હવામાન
જોરદાર પવન અથવા પવનની દિશામાં અચાનક ફેરફાર
પર્વતીય વિસ્તારો ઉપરથી પસાર થતી હવા
જેટ સ્ટ્રીમ (Jet Stream)
ગરમ અને ઠંડી હવાના મિશ્રણથી સર્જાતી અસ્થિરતા

શું ટર્બ્યુલન્સ ખતરનાક છે?

મોટાભાગના કિસ્સાઓમાં ટર્બ્યુલન્સ સામાન્ય હોય છે અને વિમાન માટે જોખમી નથી. આધુનિક વિમાનોને ટર્બ્યુલન્સ સહન કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે. જોકે, જો મુસાફરો સીટ બેલ્ટ ન પહેર્યા હોય તો અચાનક આંચકાથી ઈજા થઈ શકે છે. તેથી વિમાનમાં બેઠા હો ત્યારે સીટ બેલ્ટ બાંધી રાખવાની સલાહ આપવામાં આવે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
Embed widget