શોધખોળ કરો
મુંબઇઃ એર ઇંડિયાના વિમાનનું ટાયર ફાડ્યું, તમામ યાત્રી સુરક્ષિત

મુંબઇઃ અમદાવાદથી 128 યાત્રીઓ અને ક્રૂ મેમ્બર સાથે મુંબઇ જઇ રહેલ એર ઇંડિયાના વિમાનનું ટાયર આજે સવારે મુંબઇ એરપોર્ટ પર ઉતરાણ દરમિયાન ફાટ્યું હતું. નવી દિલ્લીમાં એર ઇંડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વિમાનના તમામ યાત્રીઓ સુરક્ષિત છે. યાત્રીઓને તેમના ડેસ્ટિનેશન સુધી લઇ જવા માટે અન્ય વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે. એર ઇંડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમદાવાદથી મુંબઇ 128 યાત્રી અને ક્રૂ મેમ્બર સાથે આવેલા એર ઇંડિયાની AI 614 વિમાનનું ટાયર આજે સવારે મુંબઇના છત્રપતિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરાણ દરમિયાન ટાયર ફાટ્યું હતું." પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, યાત્રીઓને તેમના ડેસ્ટિનેશ સુધી પહોંચાડવા માટે એરલાઇન્સે પહેલેથી જ એક અન્ય વિમાનની વ્યવસ્થા કરી લીધી હતી. AI 651 ના રૂપમાં એરબસ 320 વિમાન રાયપુર માટે ઉડાણ ભરશે.
વધુ વાંચો



















