(Source: ECI/ABP News/ABP Majha)
56 લાખ ફોલોવર્સ ધરાવતા એજાઝ ખાનને ચૂંટણીમાં માત્ર 146 મત મળ્યા, સોશિયલ મીડિયા પર ઉડી મજાક
Maharashtra Election Results 2024: અભિનેતા એજાઝ ખાન મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવા ઉતર્યા હતા. પરંતુ તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો. જેના પછી તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે.
Ajaz Khan Trolled: મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને જોરદાર સમર્થન મળ્યું છે. BJP અને સહયોગીઓએ મહાઆઘાડી ગઠબંધનનો સૂપડો સાફ કરી નાખ્યો છે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં ઘણી બેઠકો પર ચોંકાવનારા પરિણામો આવ્યા છે પરંતુ અમે અહીં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચિત સેલિબ્રિટી એજાઝ ખાનની વાત કરી રહ્યા છીએ. એજાઝ ખાન પણ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવા ઉતર્યા હતા. એજાઝે મોટા મોટા દાવા કર્યા હતા પરંતુ મતદાતાઓએ તેમના દાવાઓની હવા કાઢી નાખી.
વર્સોવા બેઠક પરથી ખરાબ રીતે હાર્યા એજાઝ ખાન
એજાઝ ખાનને મળ્યા માત્ર આટલા મત: એજાઝ ખાને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુંબઈની વર્સોવા બેઠક પરથી ચૂંટણી લડી હતી. એજાઝ ખાનને ચંદ્રશેખરની પાર્ટી આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)માંથી ચૂંટણી માટે ટિકિટ મળી હતી. જેના પછી એજાઝ માટે ખુદ ચંદ્રશેખરે પણ મુંબઈ પહોંચીને પ્રચાર કર્યો હતો. આજે સવારથી જ પરિણામો ખુલવાની શરૂઆત થઈ ત્યારે એજાઝ ખાનની સ્થિતિનો ખુલાસો થઈ ગયો હતો. 10 રાઉન્ડની ગણતરી સુધી એજાઝને 70ની આસપાસ જ મત મળ્યા હતા. જ્યારે ખાસ વાત એ છે કે એજાઝનો દાવો છે કે તેમના ફેમિલી મેમ્બર્સ જ આનાથી વધારે છે. જોકે હવે તેમના મતોની સંખ્યા 100ને પાર થઈ ગઈ છે.
સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો એજાઝ
આ પછી સોશિયલ મીડિયા પર નેટિઝન્સે એજાઝ ખાનની ફિરકી લેવાનું શરૂ કરી દીધું. સોશિયલ મીડિયા પર એજાઝની જમાનત જપ્ત થવા અંગે ઘણા મીમ્સ વાયરલ થતા જોવા મળ્યા. એક મીમમાં યુઝરે લખ્યું હતું કે એજાઝને પોતાના પરિવારના પણ મત નથી મળ્યા.
Enjoy your screenshot and...
— Pikaso (@pikaso_me) November 23, 2024
Get 10 stickers for $1: https://t.co/IGW12ygmK5 pic.twitter.com/1G21E3PZ2m
Meet Ajaz Khan
— maithun (@Being_Humor) November 23, 2024
Instagram followers - 56 Lakhs
Family Members - 72
Total Votes - 43
😂😂😂😂 pic.twitter.com/XBbAAAXfdL
Meet Ajaz Khan
— maithun (@Being_Humor) November 23, 2024
Instagram followers - 56 Lakhs
Family Members - 72
Total Votes - 43
😂😂😂😂 pic.twitter.com/XBbAAAXfdL
લોકોએ કર્યા આવા આવા ફની કમેન્ટ્સ
જ્યારે બીજા યુઝરે એજાઝની ટીખળ કરતા લખ્યું કે, 'આખરે આ કોણ લોકો છે જેમણે એજાઝને મત આપ્યા છે. આના પર રિસર્ચ થવું જોઈએ.' એક યુઝરે તો એજાઝ અને રજત દલાલના ફેક્ટર પર ટીખળ કરતા કહ્યું કે આના કરતા તો રજત દલાલને જ ચૂંટણી લડાવી દેતા. આ સિવાય એક યુઝરે તો એ સુધી કહી દીધું કે, 'એજાઝ, રીલ લાઈફ રિયલ નથી હોતી. 56 લાખ ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ ધરાવતા વ્યક્તિને સોથી પણ ઓછા મત મળ્યા છે.'
જણાવી દઈએ કે એજાઝ ખાનને 18 રાઉન્ડની કાઉન્ટિંગ પછી પણ માત્ર 146 મત જ મળ્યા છે.
આ પણ વાંચોઃ