BJP MLA Statement: ભાજપ MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને ગણાવ્યા સિંહ
સુરત જિલ્લાના મહુવાથી ભાજપ ધારાસભ્ય મોહન ઢોડિયાએ કૉંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને સિંહ ગણાવ્યા.
સુરત જિલ્લાના મહુવાથી ભાજપ ધારાસભ્ય મોહન ઢોડિયાએ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યને સિંહ ગણાવ્યા .એક સંમેલનના મંચ પરથી ધારાસભ્ય મોહન ઢોડિયાએ AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને કૉંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના વખાણ કર્યા. પરંતુ બંનેને સિંહ સમાન ગણાવી લોકોને તાળીઓ વગાડી બંનેનું સ્વાગત કરવા અપીલ પણ કરી. મોહન ઢોડિયા અનુસાર, હું સરકારમાં છું એટલે સરકારમાં રહીને કામ કરું. જ્યારે ચૈતર અને અનંત સામે છે એટલે સામે પાડીને કામ કરે છે . અમે બધા સમાજને જ્યાં જરૂર પડે ત્યાં વ્યવસ્થા ઊભી કરીએ છે

















