શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વિશ્વ હિંદુ મહાસભાનાં અધ્યક્ષની હત્યા મામલે પોલીસે શું કર્યો મોટો ખુલાસો? જાણો
સ્મૃતિ રંજીતની બીજી પત્ની છે. આ બંને વચ્ચે છૂટાછેડાનાં મુદ્દાનો ઉકેલ છેલ્લા ઘણાં સમયથી આવી રહ્યો નહોતો. સ્મૃતિ આ વાતથી પરેશાન હતી.
![વિશ્વ હિંદુ મહાસભાનાં અધ્યક્ષની હત્યા મામલે પોલીસે શું કર્યો મોટો ખુલાસો? જાણો Akhil Bhartiya Hindu Mahasabha President Ranjit Bachchan was killed due to wife extra marital affair વિશ્વ હિંદુ મહાસભાનાં અધ્યક્ષની હત્યા મામલે પોલીસે શું કર્યો મોટો ખુલાસો? જાણો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/07141217/Muder.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: વિશ્વ હિંદુ મહાસભાનાં અધ્યક્ષ રંજીત બચ્ચનની હત્યાનો પોલીસે મોટો ખુલાસો કર્યો હતો. આ મામલે હત્યાનાં ષડયંત્ર પાછળ કોઈ બીજું નહીં પરંતુ રંજીતની બીજી પત્ની અને તેના બોયફ્રેન્ડનો હાથ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. સ્મૃતિ રંજીતની બીજી પત્ની છે. આ બંને વચ્ચે છૂટાછેડાનાં મુદ્દાનો ઉકેલ છેલ્લા ઘણાં સમયથી આવી રહ્યો નહોતો. સ્મૃતિ આ વાતથી પરેશાન હતી. આ દરમિયાન તેણે પોતાના એક મિત્રની સાથે મળીને ખૌફનાક ષડયંત્ર રચ્યું હતું.
લખનૌ પોલીસે આ કેસનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, રંજીત બચ્ચનની બીજી પત્ની સ્મૃતિ તેનાથી ઘણાં સમયથી પરેશાન હતી. બંને અલગ થઈ ગયા હતાં પરંતુ તેમની વચ્ચે છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલુ હોવા છતાં તેનું કોઈ નિરાકરણ આવતું નહોતું. સ્મૃતિ કોઈ બીજા સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી પરંતુ કેસનો ઉકેલ ના આવવાના કારણથી તે લગ્ન થતાં નહોતા ત્યારે તેના મગજમાં ખૌફનાક ષડયંત્ર રચવાનો વિચાર આવ્યો હતો.
તેણે રંજીતને રસ્તામાંથી હટાવાનું મન બનાવી લીધું હતું. આ કામ માટે તેણે પોતાના એક મિત્ર સાથે હાથ મિલાવ્યો હતો અને આ ષડયંત્ર અંતર્ગત એક ફેબ્રુઆરીએ બાઈક સવાર હુમલાખોરોએ લખનૌનાં હજરતગંજ વિસ્તારમાં ગ્લોબલ પાર્ક પાસે રંજીત બચ્ચનની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે આ કેસની તપાસ કરતા 70થી વધારે સીસીટીવી કેમેરાનાં ફૂટેજ ચેક કર્યાં હતાં ત્યારે ખબર પડી કે હત્યાકાંડમાં સ્મૃતિ અને તેનો પુરૂષ મિત્ર પણ હતા. અત્યારે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
ટેકનોલોજી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)