શોધખોળ કરો
મુલાયમ પરિવારનો ઝઘડો ઉકેલાયો, પાર્લામેન્ટરી બોર્ડના ચેરમેન બન્યા CM અખિલેશ
લખનઉ: મુલાયમ પરિવારમાં કાકા-ભત્રીજાનો ઝઘડો હવે ઉકેલાતો જોવા મળી રહ્યો છે. અખિલેશ યાદવને રાજ્ય પાર્લામેંટરી બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જેનો અર્થ એવો થયો કે હવે ટિકિટ વહેંચણીમાં અખિલેશનું ચાલશે. અગાઉ ખબર આવ્યા હતા કે, જેને અખિલેશની જગ્યા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, તે પ્રદેશ અધ્યક્ષના પદે બન્યા રહેશે.
તેના પહેલા મુખ્યમંત્રી અખિલેશ યાદવે જાહેરાત કરી હતી કે, કાકા શિવપાલ યાદવ પ્રદેશ અધ્યક્ષ બન્યા રહેશે. અખિલેશે PWD વિભાગ છોડીને તેમના પાસેથી છીનવાયેલા તમામ વિભાગોને પણ પાછા આપી દીધા છે. બે નવા વિભાગ લઘૂ સિંચાઈ અને સ્વાસ્થ્ય શિક્ષા પણ શિવપાલને આપવામાં આવ્યા છે.
અખિલેશ યાદવનું કહેવું છે કે, તમામ વાતો હું માનવા તૈયાર છું, પરંતુ ટિકિટ વહેંચણીનો અધિકાર તેમને મળવો જોઈએ. જ્યારે આજે સવારે અખિલેશે શિવપાલ સાથે મુલાકાત પણ કરી હતી. આ મુલાકાત પછી અખિલેશે કહ્યું, મેં ક્યારેય પણ પૉલિટિક્સ ગેમ સમજી શક્યો નથી. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ બન્યા પછી મેં તેમને શુભેચ્છા પાઠવી દીધી છે. નેતાજીનો આદેશ સર્વમાન્ય છે. આપણે બધાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે જેનાથી વિરોધીઓને મૂંહતોડ જવાબ આપી શકાય.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement