શોધખોળ કરો
Advertisement
CBIના વડાને હટાવવા પર કોગ્રેસે કહ્યું- તપાસથી ડરી ગયા છે PM મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય સિલેક્શન કમિટી દ્ધારા સીબીઆઇ ચીફ આલોક વર્માને હટાવ્યા બાદ કોગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોગ્રેસ પાર્ટીએ ટ્વિટર પર વડાપ્રધાન મોદીને નિશાન બનાવતા કહ્યું કે, આલોક વર્માને તેમનો પક્ષ રાખ્યા વિના તેમના પદેથી હટાવીને મોદીએ એકવાર ફરી સાબિત કરી દીધું કે તે તપાસથી ડરી ગયા છે. આ અગાઉ કોગ્રેસ અધ્યક્ષે ગુરુવારે દિવસમાં ટ્વિટ કરી બે સવાલ પૂછ્યા હતા. સિલેક્શન કમિટીમાં સામેલ કોગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેના વિરોધ પર ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે વળતો પ્રહાર કર્યો છે.
પિયુષ ગોયલે ટ્વિટ કરી કહ્યું કે, વાસ્તવમાં જ્યારે આલોક વર્માને સિલેક્શન કમિટી દ્ધારા સીબીઆઇના વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી ત્યારે પણ તેમણે વિરોધ કર્યો હતો જ્યારે હવે એ જ આલોક વર્માને હટાવવામાં આવી રહ્યા છે ત્યારે પણ તેઓ વિરોધ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉચ્ચસ્તરીય સિલેક્શન કમિટીની બેઠક સુપ્રીમ કોર્ટે સીબીઆઇ નિર્દેશક આલોક વર્માને તેમના પદ પર જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. સીબીઆઇ નિર્દેશક આલોક વર્માને મોદી સરકારે ઓક્ટોબરમાં તેમના તમામ અધિકારોથી વંચિત કરી દીધા હતા. આ ઉચ્ચસ્તરીય સમિતિમાં વડાપ્રધાન મોદી, ચીફ જસ્ટિસ તરફથી જસ્ટિસ એકે સિકરી અને લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સામેલ હતા.
કોગ્રેસના પ્રવક્તા આનંદ શર્માએ કહ્યું હતું કે, સરકારમાં ગભરાહટ કેમ છે. વડાપ્રધાન મોદીને ચિંતા કઇ વાતની છે. તે સીબીઆઇને શું જોવા દેવા માંગતા નથી. આલોક વર્માને હટાવવા, સીબીઆઇ કાર્યાલયો પર દરોડા, ફાઇલોને હટાવવી, આ તમામની તપાસની જરૂર છે. સીવીસીના રિપોર્ટમાં વર્મા વિરુદ્ધ આઠ આરોપ લગાવવામાં આવ્યા છે. આ રિપોર્ટ ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતિ સમક્ષ રાખવામાં આવી હતી. સમિતિમાં લોકસભામાં કોગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એકે સીકરી પણ સામેલ હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement