‘અમર જવાન જ્યોત’ વિવાદ મુદ્દે કેન્દ્ર અને વિપક્ષ આમને સામને, જાણો શું કહ્યું?
સરકારના આ નિર્ણયને લઇને કોગ્રેસ સહિતના તમામ વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર નિશાન સાધી રહ્યા છે. સરકારના સૂત્રોનું કહેવું છે કે અમર જવાન જ્યોતિને લઇને અનેક પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે
Amar Jawan Jyoti News: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) માં ઇન્ડિયા ગેટ (India Gate) પર છેલ્લા 50 વર્ષથી સળગી રહેલી અમર જવાન જ્યોતિ (Amar Jawan Jyoti)નુ આજથી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (National War Memorial) પર સળગી રહેલી લૉમાં વિલય કરવામાં આવશે. સેના અધિકારીઓએ ગુરુવારે આ જાણકારી આપી.
સરકારના આ નિર્ણયને લઇને કોગ્રેસ સહિતના તમામ વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર નિશાન સાધી રહ્યા છે. સરકારના સૂત્રોનું કહેવું છે કે અમર જવાન જ્યોતિને લઇને અનેક પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. અમર જવાન જ્યોતિની મશાલ બુઝાવવામાં આવી રહી નથી. તેને નેશનલ વોર મેમોરિયલની લૉ સાથે વિલય કરવામાં આવશે.
સૂત્રોના મતે એ જોવું વિચિત્ર હતું કે અમર જવાન જ્યોતિ પર પ્રગટી રહેલી જ્યોત 1971 અને અન્ય યુદ્ધોના શહીદોને શ્રદ્ધાંજલિ આપી પરંતુ તેમનું કોઇ નામ ત્યાં નહોતું. ઇન્ડિયા ગેટ પર અંકિત નામ ફક્ત એ શહીદોના હતા જેમણે પ્રથમ વિશ્વયુદ્દ અને એગ્લો અફઘાન યુદ્ધમાં અંગ્રેજો માટે લડાઇ લડી હતી.
1971 સહિત ભારતના તમામ યુદ્ધોમાં શહીદ જવાનાના નામને નેશનલ વોર મેમોરિયલમાં સામેલ કરવામાં આવ્યા છે. આ આપણા શહીદ જવાનો પ્રત્યે શ્રદ્ધાંજલિ છે. સરકારે કોગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે જે લોકોએ સાત દાયકાઓ સુધી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક બનાવ્યું નથી એ હવે આપણા શહીદોને સ્થાયી અને યોગ્ય શ્રદ્ધાંજલિ પર હોબાળો કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરતા કહ્યું કે ખૂબ જ દુઃખની વાત છે કે આપણા વીર જવાનો માટે જે અમર જ્યોતિ પ્રગટી હતી, તેને આજે ઓલવી નાંખવામાં આવશે. કેટલાક લોકો દેશપ્રેમ અને બલિદાનને સમજી શકતા નથી. કંઈ વાંધો નહિ અમે આપણા સૈનિકો માટે અમર જવાન જ્યોતિને ફરી એક વખત પ્રગટાવીશું.
અમર જવાન જ્યોતિની સ્થાપના તે ભારતીય સૈનિકોની યાદમાં કરવામાં આવી હતી, જે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયા હતા. આ યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો, અને બાંગ્લાદેશનુ ગઠન થયુ હતુ. તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 26 જાન્યુઆરી 1972એ આનું ઉદ્ધાટન કર્યુ હતુ.