શોધખોળ કરો

AMARNATH YATRA: ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે મોરબીના 20થી વધુ યાત્રાળુઓ પહેલગામમા ફસાયા

મોરબીના 20થી વધુ શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા દરમિયાન પહેલગાવ અને બીજા કેટલાક રૂટો પર ફસાયા છે,

AMARNATH YATRA: બાબ બર્ફાનીના દર્શન માટે ફરીથી યાત્રા શરૂ થઇ ચૂકી છે, છેલ્લા ચાર દિવસથી અટવાયેલા શ્રદ્ધાળુઓ હવે ફરીથી અમરનાથ યાત્રામાં જોડાઇ ગયા છે અને જુદાજુદા રસ્તેથી આગળ વધી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે ગુજરાતના મોરબીના 20થી વધુ શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા દરમિયાન ફસાયા હોવાની જાણકારી મળી રહી છે. માહિતી પ્રમાણે, મોરબીના 20થી વધુ શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા દરમિયાન પહેલગાવ અને બીજા કેટલાક રૂટો પર ફસાયા છે, હાલમાં ત્યાં ખરાબ હવામાન અને ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યાંથી બહાર નીકળવાનો હાલ કોઇ રસ્તો નથી. ઉલ્લેખનીય છે કે, અમરનાથ યાત્રાળુઓને છેલ્લા ચાર દિવસથી અટકાવી દેવામાં આવ્યા હતા, જેને આજે ફરીથી યાત્રા શરૂ થતાં જવા દેવામાં આવ્યા છે. ગુજરાતના સુરત, વડોદરા સહિતના શહેરોના 50થી વધુ શ્રદ્ધાળુઓ ગઇકાલથી અટવાયા હતા, અને કેમ્પોમાં રોકાયા હતા. 

અમરનાથ યાત્રાએ ગયેલા 50થી વધુ ગુજરાતીઓ અટવાયા

ગુજરાતના 50થી વધુ યાત્રીઓ અમરનાથ યાત્રા દરમિયાન ફંસાઇ ગયા છે. મળતી માહિતી પ્રમાણે, અમરનાથ યાત્રામાં ગયેલા ગુજરાતી યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વડોદરાના 50 અને સુરતના 10 અમરનાથ યાત્રાળુઓ યાત્રા દરમિયાન ફંસાઇ ગયા છે, આ તમામ યાત્રાળુઓએ ગુજરાત સરકારને મદદ માટે અપીલ પણ કરી છે. હાલમાં અમરનાથ યાત્રાના રૂટ પર ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને હવામાન પણ ખરાબ થઇ ગયુ છે. અટવાઇ ગયેલા યાત્રાળુઓ પાસે પહેરવા માટેના ગરમ કપડાં પણ પલળી ગયા છે, અને કેટલાક લોકો બિમાર પણ પડી રહ્યાં છે. એક માહિતી પ્રમાણે કેટલાક ગુજરાતીઓ અમરનાથ યાત્રા દરમિયાન અમરનાથના પંચતરમાં ફસાયા છે. તો વળી, વડોદરા કારેલીબાગના યાત્રાળુઓને ત્યાં વડોદરાના ટ્રસ્ટ દ્વારા આશ્રય આપવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. 

કેમ્પોમાં રોકવામાં આવ્યા યાત્રીઓને - 
અમરનાથ યાત્રા મુલતવી રાખવા અંગે અધિકારીઓએ કહ્યું કે, "યાત્રા મોકૂફ રાખવામાં આવી છે અને આજે સવારે કોઈ પણ ભક્તને ગુફા તરફ જવાની મંજૂરી નથી." તેમને વધુમાં જણાવ્યું કે સવારથી ભારે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે યાત્રા સ્થગિત થઈ ગઈ હતી. ભક્તોની અસ્થાયી રૂપે મુલતવી રાખવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર તીર્થયાત્રીઓને બાલતાલ અને નૂનવાન બેઝ કેમ્પમાં રોકવામાં આવ્યા છે. 

તેમણે કહ્યું કે હવામાનમાં સુધારો થતાં જ યાત્રા ફરીથી શરૂ કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલા સવારે લગભગ 4.45 વાગ્યે જમ્મુના બેઝ કેમ્પથી 7,000થી વધુ શ્રદ્ધાળુઓનો નવો જથ્થો અમરનાથ યાત્રા માટે રવાના થયો હતો. અહીં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શ્રદ્ધાળુઓ 247 વાહનોમાં ભગવતી નગર બેઝ કેમ્પથી ખીણ તરફ આગળ વધ્યા હતા.

કુલ આટલા લોકો કરી ચૂક્યા છે યાત્રા - 
અધિકારીઓના જણાવ્યા અનુસાર, 4,600 યાત્રાળુઓને લઈને 153 વાહનોનો કાફલો પહેલગામ જઈ રહ્યો હતો, જ્યારે 2,410 શ્રદ્ધાળુઓને લઈને 94 વાહનોનો બીજો કાફલો સવારે 4.45 વાગ્યે બાલટાલ બેઝ કેમ્પ માટે રવાના થયો હતો. આ વર્ષે 30 જૂને અમરનાથ યાત્રા શરૂ થઈ ત્યારથી જમ્મુ બેઝ કેમ્પથી કુલ 43,833 શ્રદ્ધાળુઓ ખીણ તરફ રવાના થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર શ્રદ્ધાળુઓની સંખ્યા 84,000ને વટાવી ગઈ છે.

Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 
ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Embed widget