શોધખોળ કરો
Advertisement
હવે Amazon ઇન્ડિયાએ લોન્ચ કરી ટ્રેન ટિકિટ બુકિંગ સર્વિસ, જાણો કેવી રીતે બુક કરાવશો ટિકિટ
એમેઝોન અનુસાર ગ્રાહકોને બુકિંગ પ્રક્રિયાની સુવિધાજનક બનાવવા માટે વન ક્લિક પેમેન્ટ, નો એડિશન સર્વિસ ચાર્જીસ અને કેશબેક ઓફર સહિત અનેક સુવિધાઓ આપી રહી છે.
નવી દિલ્હીઃ ઈ-કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની એમેઝન ઇન્ડિયાએ ટ્રેન ટિકિટ બુક કરવા માટે ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેસન એટલે કે આઈઆરસીટીસીની સાથે ભાગીદારી કરી છે. હાલમાં આ સુવિધા એમેઝોનની મોબાઈલ વેબસાઈટ અને એન્ડ્રોઈડ એપ પર ઉપલબ્ધ છે. એમેઝોન અનુસાર એમેઝોન ગ્રાહકો માટે બુકિંગ પ્રક્રિયા સુવિધાજનક બનાવવા અંતર્ગત વન ક્લિક પેમેન્ટ, નો એડિશન સર્વિસ ચાર્જીસ અને કેશ બેક ઓપર સહિત અનેક સુવિધાઓ આપવામાં આવી રહી છે.
ઇ-કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની એમેઝોન ઇન્ડિયાએ ટ્રેન ટિકિટ બુક કરવા માટે ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન આઈરસીટીસીની સાથે ભાગીદારી કરી છે. હાલમાં ટ્રેન ટિકિટ બુકિંગની સુવિધા એમેઝોનની મોબાઈલ વેબસાઈટ અને એન્ડ્રોઈડ એપ પર ઉપલબ્ધ છે. એમેઝોન અનુસાર ગ્રાહકોને બુકિંગ પ્રક્રિયાની સુવિધાજનક બનાવવા માટે વન ક્લિક પેમેન્ટ, નો એડિશન સર્વિસ ચાર્જીસ અને કેશબેક ઓફર સહિત અનેક સુવિધાઓ આપી રહી છે. શરૂઆતની ઓફર અંતર્ગત પ્રથમ વખત ગ્રાહકોને તેમના દ્વારા કરાવવામાં આવેલ બુકિંગ પર 120 રૂપિયા સુધીનો કેશબેક મળી શકે છે.
વેબસાઇટ પર બનાવવામાં આવ્યું ખાસ પેજ
એમેઝોનો પોતાની વેબસાઇટ પર નવી ટ્રેન ટિકિટ બુકિંગને પ્રમોટ કરવા માટે ખાસ પેજ બનાવ્યો છે. જોકે હાલમાં આ સુવિધા એમેઝોન એન્ડ્રોઈડ એપ અને મોબાઈલ વેબસાઈટ પર જ ઉપલબ્ધ છે. વેબસાઈટ પર બનાવવામાં આવેલ ખાસ પેજ પર એક QR આપવામાં આવ્યો છે જેના દ્વારા મોબાઈલ પર ટિકિટ બુકિંગ પોર્ટલને ઝડપથી એક્સ કરી શકાય છે. એમેઝેનો પોતાની પ્રેસ રિલીઝમાં એવો પણ દાવો કર્યો છે કે આ સુવિધા ટૂંકમાં જ iOS પ્લેટફોર્મ પર પણ શરૂ કરવામાં આવશે.
ટિકિટ કેન્સલ કરવાનો પણ છે વિકલ્પ
ગ્રાહક એમેઝોન પે ટેબ પર જઈને અથવા તો ટ્રેનોની શ્રેણી સિલેક્ટ કરીને પોતાની ટિકિટ બુક કરાવી શકે છે. કોઈપણ અન્ય યાત્રા બુકિંગ પોર્ટલની જેમ જ ગ્રાહક પોતાને જ્યાં જવું છે ત્યાં સુધીના પ્રવાસની તારીખને તેમાં નાંખી શકે છે અને પછી આવનારા લિસ્ટમાંથી પોતાને જે ટ્રેનમાં જવું છે તે સીલેક્ટ કરી શકે છે. તેના માટે યૂઝર્સે પોતાના એમેઝોન પે બેલેન્સનો ઉપયોગ કરવો પડશે અથવા તો અન્ય કોઈ ડિજિટલ સર્વિસનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. ગ્રાહકોને ટિકિટ કેન્સલ કરવાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion