શોધખોળ કરો
Advertisement
હરિયાણામાં ભાજપ સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે, અમિત શાહે આપ્યા સંકેત
ચૂંટણી પંચના આંકડા પ્રમાણે, ભાજપ હરિયાણાની 90 વિધાનસભા સીટોમાંથી 40 પર આગળ ચાલી રહી છે તથા તેમાંથી કેટલીક સીટો પર જીત હાંસલ કરી ચુકી છે. રાજ્યમાં બહુમતનો આંકડો 46નો છે.
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે સંકેત આપ્યા છે કે હરિયાણામાં સરકાર બનાવવાના દાવો રજૂ કરી શકે છે. હરિયાણામાં ત્રિશંકુ વિધાનસભા આવે તેવી શક્યતા જણાંતા તેમની પાર્ટી રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજુ કરી શકે છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે, ભાજપ હરિયાણાની 90 વિધાનસભા બેઠકોમાંથી 40 પર આગળ ચાલી રહી છે તથા તેમાંથી કેટલીક સીટો પર જીત હાંસલ કરી ચુકી છે. જ્યારે કૉંગ્રેસ 31 પર આગળ ચાલી રહી છે. રાજ્યમાં બહુમતનો આંકડો 46નો છે.
અમિત શાહે ટ્વીટ કર્યું કે, છેલ્લા પાંચ વર્ષોમાંથી મોદીજીના કેન્દ્રીય નેતૃત્વમાં ખટ્ટર સરકારે હરિયાણાની જનતાના વિકાસ માટે તમામ સંભવ પ્રયાસ કર્યા. ભાજપને સૌથી મોટી પાર્ટી બનાવી પુન: સેવાની તક આપવા માટે જનતાને અભિનંદન પાઠવું છું.
તેઓએ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને પ્રદેશ પાર્ટી પ્રમુખ સુભાષ બરાલાનો પણ આભાર વ્યક્ત કર્યો. અમિત શાહે ભાજપ-શિવસેના ગઠબંધનમાં વિશ્વાસ પ્રગટ કરવા માટે મહારાષ્ટ્રની જનતાને પણ અભિનંદન પાઠવ્યું.गत 5वर्षों में मोदी जी के केंद्रीय नेतृत्व में खट्टर सरकार ने हरियाणा की जनता के कल्याण के लिए हर संभव प्रयास किये। भाजपा को सबसे बड़ी पार्टी बनाकर पुनः सेवा का मौका देने के लिए जनता का अभिनंदन करता हूँ। मुख्यमंत्री श्री @mlkhattar, श्री @subhashbrala व सभी कार्यकर्ताओं को बधाई।
— Amit Shah (@AmitShah) October 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ધર્મ-જ્યોતિષ
અમદાવાદ
Advertisement