Amit Shah on Rahul: ગૃહમંત્રી અમિત શાહે રાહુલ પર કર્યા પ્રહાર, કહ્યું ઇટાલિયન ચશ્માં ઉતારો તો દેખાશે કે 8 વર્ષમાં શું શું થયું
Amit Shah Attack on Congress: અરુણાચલ પ્રવાસે ગયેલા ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાહુલ ગાંધીને ઈટાલિયન ચશ્મા ઉતારવાની સલાહ આપી હતી.
![Amit Shah on Rahul: ગૃહમંત્રી અમિત શાહે રાહુલ પર કર્યા પ્રહાર, કહ્યું ઇટાલિયન ચશ્માં ઉતારો તો દેખાશે કે 8 વર્ષમાં શું શું થયું Amit Shah takes jibe at Rahul Gandhi, says he must take out his 'Italian specs' and look at development work done in 8 years by modi govt Amit Shah on Rahul: ગૃહમંત્રી અમિત શાહે રાહુલ પર કર્યા પ્રહાર, કહ્યું ઇટાલિયન ચશ્માં ઉતારો તો દેખાશે કે 8 વર્ષમાં શું શું થયું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/22/b738af04def3c7eb9f6b20728e2b354d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Amit Shah in Arunachal Pradesh: કોંગ્રેસ પર પ્રહાર કરતા અરુણાચલ પ્રદેશની મુલાકાતે ગયેલા ગૃહમંત્રી અમિત શાહે એક કાર્યક્રમમાં કહ્યું કે કોંગ્રેસના લોકો આંખો બંધ કરીને વિકાસ જોઈ રહ્યા છે. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું, "રાહુલ બાબા, તમારી આંખો ખોલો... ઇટાલિયન ચશ્મા ઉતારો અને ભારતીય ચશ્મા પહેરો, પછી તમને ખબર પડશે કે આ 8 વર્ષમાં શું થયું છે."
તેમણે કહ્યું કે, પ્રવાસન વધારવા, અહીં કાયદો અને વ્યવસ્થાને શાંતિ આપવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા અને વિકાસ વધારવા માટે 8 વર્ષમાં પેમા ખાંડુ અને નરેન્દ્ર મોદીની ડબલ એન્જિન સરકારે જે કામ 50 વર્ષમાં નથી કરવામાં આવ્યા એ તેમણે 8 વર્ષમાં કર્યા છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ પહેલા નોર્થ ઈસ્ટમાં ઘણી લડાઈઓ કરી ચૂકી છે અને દુનિયા નોર્થ-ઈસ્ટને વિવાદ તરીકે જાણે છે. તેમણે કહ્યું કે 2019 થી 2022 સુધીમાં સમગ્ર નોર્થ ઈસ્ટમાં 9 હજાર 600 ઉગ્રવાદીઓએ હથિયાર મૂકીને સામાન્ય જીવન જીવવાનું કામ કર્યું છે. હવે થોડા દિવસોમાં આસામ અને અરુણાચલ બંને રાજ્યો વચ્ચેનો સીમા વિવાદ પણ ખતમ થઈ જશે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે રાજ્યના દૂર-દૂરના વિસ્તારોને જોડવાની સાથે અમે સમગ્ર રાજ્યમાં રસ્તાઓનું નેટવર્ક બિછાવી દીધું છે. તેમણે કહ્યું કે અમે પરશુરામ કુંડને રેલવે દ્વારા જોડીશું. શાહે વધુમાં કહ્યું કે હું 2 દિવસથી રાજ્યમાં છું અને નમસાઈ જિલ્લામાં લોકો સાથે વાતચીત કરી રહ્યો છું, પરંતુ મારે એક વાત સ્વીકારવી પડશે કે મેં દેશના દરેક સ્થળોની મુલાકાત લીધી છે પરંતુ આખા દેશમાં સૌથી સુંદર સ્થળ જો કોઈ હોય તો તે અરુણાચલ પ્રદેશ છે. એટલું જ નહીં, તેમણે વધુમાં કહ્યું કે, અરુણાચલના લોકો ગમે ત્યાં મળે તો તરત જ જય હિંદ બોલીને તેમનું અભિવાદન કરે છે. દેશભક્તિથી ભરપૂર અભિવાદન કરવાની આ રીત આ રાજ્ય સિવાય દેશમાં ક્યાંય નથી.
રાજ્યમાં વિકાસ વિશે વાત કરતા અમિત શાહે કહ્યું કે બે મોટી પ્રોફેશનલ યુનિવર્સિટી વચ્ચે સમજૂતી થઈ છે. તેમણે કહ્યું કે મોદીજી 2 મોટી પ્રોફેશનલ યુનિવર્સિટીઓને આગળ લાવ્યા છે, જે સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. એક નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને બીજી નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી. નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી એ સંરક્ષણ ક્ષેત્રે ટેક્નોલોજીથી સજ્જ ટેક્નોક્રેટ્સ બનાવવા માટેની યુનિવર્સિટી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)