શોધખોળ કરો
Advertisement
પ્રયાગરાજઃ IFFCO પ્લાન્ટમાં એમોનિયા ગેસ ગળતર થતાં બે અધિકારીઓના મોત, 20થી વધુ કર્મચારીઓ બિમાર થયા
ગેસ ગળતરની ઘટના ઇફ્કો પ્લાન્ટમાં ઘટી છે, લગભગ રાત્રે 12 વાગે અહીં એમોનિયા ગેસ લીક થઇ ગયો હતો. દૂર્ઘટનાના સમયે લગભગ પ્લાન્ટમાં 100 કર્મચારીઓ અને કેટલાક અધિકારીઓ કામ કરી રહ્યાં હતા
પ્રયાગરાજઃ યુપીના પ્રયાગરાજ જિલ્લામાં એક કંપનીમાં ગેસ ગળતરની ઘટના ઘટી છે. યુરિયા બનાવનારી એક ફેક્ટરીમાં અમોનિયા ગેસનુ ગળતર થતાં આખા પ્લાન્ટમાં અફડાતફડી મચી ગઇ હતી. અમોનિયા ગેસના ગળતરના કારણે કંપનીના બે અધિકારીઓના મોત થયાના પણ સમાચાર સામે આવ્યા છે.
જ્યારે રિપોર્ટ છે કે ગેસ લિકેજથી 20થી વધુ કર્મચારીઓ બિમારી પડી ગયા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા કર્મચારીઓને અલગ અલગ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. મૃતકોના નામ આસિસ્ટન્ટ મેનેજર બીપી સિંહ અને ડિપ્યૂટી મેનેજર અભિનંદન છે.
ગેસ ગળતરની ઘટના ઇફ્કો પ્લાન્ટમાં ઘટી છે, લગભગ રાત્રે 12 વાગે અહીં એમોનિયા ગેસ લીક થઇ ગયો હતો. દૂર્ઘટનાના સમયે લગભગ પ્લાન્ટમાં 100 કર્મચારીઓ અને કેટલાક અધિકારીઓ કામ કરી રહ્યાં હતા. ઇફ્કો કંપની શહેરથી લગભગ 40 કિલોમીટર દુર ફૂલપુર વિસ્તારમાં આવેલી છે.
આ દૂર્ઘટના પર ઉત્તરપ્રદેશના મુ્ખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યુ છે. સીએમ કાર્યાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement