શોધખોળ કરો

Amritpal : શું અમૃતપાલની ધરપકડનો પ્લાન થયો લીક ? એક 'કોર્ડવર્ડ' ને થયો મિ.ઈન્ડિયા

'વારિસ પંજાબ દે'ના ચીફ અમૃતપાલ સિંહને ફરાર થયાને 9 દિવસ થઈ ગયા છે. આ દરમિયાન વધુ એક ઘટના સામે આવી છે.

'વારિસ પંજાબ દે'ના ચીફ અમૃતપાલ સિંહને ફરાર થયાને 9 દિવસ થઈ ગયા છે. આ દરમિયાન વધુ એક ઘટના સામે આવી છે. અમૃતપાલ સિંહની ધરપકડનો પ્લાન લિક કરી દેવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યાં છે. આ ઉપરાંત અમૃતપાલ સિંહ તેના સાગરીતો સાથે વાતચીત કરવા ખાસ કોડવર્ડનો ઉપયોગ કરતો હોવાનું પણ સામે આવ્યું છે.

જણાવવામાં આવી રહ્યું છે કે 18 માર્ચે જ્યારે પોલીસ દળોએ અમૃતપાલને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું ત્યારે અમૃતપાલના પાંચ એસયુવીના કાફલાએ અચાનક હરિકે પુલથી ગોઇંદવાલ તરફનો રસ્તો બદલી નાખ્યો હતો. જ્યારે પુલની બીજી તરફ તૈનાત પોલીસ અધિકારીઓ સાદા યુનિફોર્મમાં હતા અને ખાનગી વાહનોમાં તેમની રાહ જોઈ રહ્યા હતા. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પંજાબ પોલીસ દળમાંથી કોઈએ કથિત રીતે ખાલિસ્તાન સમર્થક કાર્યકર્તા અને તેની ટીમને માહિતી લીક કરી હશે. નહીંતર અમૃતપાલ એ જ દિવસે પોલીસના હાથે ઝડપાઈ ગયો હોત.

'ધ ટ્રિબ્યુન'માં એક અહેવાલ જણાવે છે કે, જ્યારે પોલીસ અમૃતપાલ અને પાપલપ્રીતની બ્રેઝા કારનો પીછો કરી રહી હતી ત્યારે કાફલામાં તેના કાકા હરજીત સિંહે કથિત રીતે ચલાવેલી મર્સિડીઝ ગુરુદ્વારા બુલંદપુરી તરફ વળે છે. આ ગુરુદ્વારાથી માત્ર 200 મીટર દૂર 20 માર્ચની રાત્રે લગભગ 1 વાગ્યે હરજીતે મીડિયાની સામે આત્મસમર્પણ કર્યું હતું.

અમૃતપાલે પાપલપ્રીત સાથે મળીને આ ગુરુદ્વારા પાસે પોતાની મોટરસાઇકલનું ટાયર પંચર કરાવ્યું હતું. જ્યારે અર્ધલશ્કરી દળ અને પોલીસે વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બંનેને લિફ્ટ આપનાર કારનો ડ્રાઈવર આ ગુરુદ્વારાની સામે આવેલા ઉધોવાલ ગામનો રહેવાસી હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધી કોઈ વરિષ્ઠ અધિકારી આ મામલે કોઈ નક્કર જવાબ આપી શક્યા નથી. પોલીસે એક દિવસ પણ હરજીતની પૂછપરછ કેમ ન કરી તે અંગે અટકળો ચાલી રહી છે. જ્યારે તે આ કેસમાં સૌથી મહત્વની કડી હતો. 20 માર્ચે સવારે 1 વાગ્યે અમૃતસર પોલીસે તેની ધરપકડ કરી હતી અને પાંચ કલાકની અંદર તેને ડિબ્રુગઢ લઈ જવામાં આવ્યો હતો.

'અમૃતપાલે વિચિત્ર કોડ વર્ડ બનાવ્યો હતો'

અમૃતપાલ પોતે માત્ર કોડ વર્ડ્સ દ્વારા જ વાતચીત કરતો ન હતો, પરંતુ તે તેના સાથીદારોને મોબાઈલ પર કોડ વર્ડ્સમાં વાત કરવાની ટ્રેનિંગ પણ આપતો હતો. અહેવાલ અનુસાર, અમૃતપાલનું માનવું હતું કે, જો કોઈ તપાસ એજન્સી કોડ વર્ડમાં વાત કરતી વખતે તેનો ફોન ટ્રેક છે, તો તેઓ તેના શબ્દોનો અર્થ સમજી શકશે નહીં. જણાવવામાં આવી રહ્યું છે કે, કુરુક્ષેત્રના શાહબાદમાં એક રાત રોકાયા બાદ અમૃતપાલે બલજીત કૌરને કોડ વર્ડ પણ આપ્યો હતો. જે તેણે સ્કૂટી લઈને પટિયાલા જતી વખતે વાપરવી પડી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget