Anant-Radhika Wedding: દેશમાં નહીં વિદેશમાં આ જગ્યાએ થશે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન, સામે આવ્યુ પુરેપુરી શિડ્યૂલ
દેશના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી ટૂંક સમયમાં દુલ્હો બનવા જઈ રહ્યો છે
Anant Ambani-Radhika Marchant Wedding: દેશના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી ટૂંક સમયમાં દુલ્હો બનવા જઈ રહ્યો છે. અનંત અંબાણી તેમની બાળપણની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યાં છે. રિપોર્ટ અનુસાર આ કપલ આ વર્ષે જુલાઈમાં લગ્ન કરવા જઈ રહ્યું છે. અનંત અને રાધિકાના લગ્નનું પ્રી-વેડિંગ ફંક્શન માર્ચ મહિનામાં શરૂ થયું હતું, જેનું આયોજન ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રી-વેડિંગ ફંક્શનમાં દુનિયાભરની સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.
હવે અનંત અને રાધિકાના સંગીત અને લગ્નનું સ્થળ જાહેર થયું છે. જ્યાં અંબાણી પરિવારના વતન ગુજરાતના જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન યોજાયા હતા. આ વખતે અંબાણી પરિવારના આ લગ્ન દેશની બહાર યોજાવા જઈ રહ્યા છે અને વધુ ભવ્ય થવાના છે.
દેશની બહાર લગ્ન કરશે અનંત-રાધિકા
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લંડનમાં લગ્ન કરશે. સ્ટૉક પાર્ક ખાતે કપલનું એક ફંક્શન આયોજિત કરવામાં આવશે. એટલું જ નહીં આ ફંક્શનમાં બૉલીવૂડના તમામ સેલેબ્સ પણ ભાગ લઈ શકે છે. રિપોર્ટ અનુસાર, અનંત અને રાધિકાના લગ્ન માટેના આમંત્રણ બૉલીવૂડ સેલેબ્સને પણ મોકલવામાં આવ્યા છે, ત્યારપછી તમામ સેલેબ્સ તે મુજબ પોતાનું શિડ્યૂલ બનાવી રહ્યા છે.
લગ્ન પહેલાના ફંકશનમાંનું એક સંગીત નાઈટ પણ ખૂબ જ ભવ્ય બનવા જઈ રહી છે. ટાઈમ્સ નાઉના અહેવાલ મુજબ, અનંત અને રાધિકાના લગ્ન લંડનમાં થશે, જ્યારે તેમનું સંગીત અબુધાબીમાં યોજાશે. જો કે આ કપલના લગ્નની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
View this post on Instagram
જ્હાન્વી કપૂરે હૉસ્ટ કર્યુ હતુ રાધિકાની બ્રાઇડલ શાવર
તાજેતરમાં જ રાધિકા મર્ચન્ટનું બ્રાઈડલ શાવર પણ થયું હતું. રાધિકાના બ્રાઈડલ શાવરનું આયોજન તેના BFF જ્હાનવી કપૂરે કર્યું હતું, જેની તમામ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
માર્ચમાં હતું અનંત-રાધિકાનું પ્રી વેડિંગ ફન્કશન
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ ઘણા મહિનાઓ પહેલા જ શરૂ થઈ ગઈ છે. બંનેના પ્રી-વેડિંગ 1લી માર્ચથી શરૂ થયા હતા અને સેલિબ્રેશન 3જી માર્ચ સુધી ચાલ્યું હતું. અંબાણી પરિવારના આ ભવ્ય કાર્યક્રમમાં લગભગ સમગ્ર બોલિવૂડએ ભાગ લીધો હતો. હોલીવુડના રિહાના અને ડીજે બ્રાવોએ પણ પોતાના પરફોર્મન્સથી અંબાણી પરિવારની ઈવેન્ટમાં માહોલ ઉભો કર્યો હતો.