શોધખોળ કરો
Mahaparinirvan Diwas 2024: ડૉ. બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિને કેમ મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જાણો
Mahaparinirvan Diwas 2024: ડૉ. બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિને કેમ મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જાણો

ડૉ. બાબા સાહેબ આંબેડકર
1/8

ડૉ. ભીમરાવ રામજી આંબેડકર જેમને આપણે બધા ડો. બાબા સાહેબ આંબેડકર તરીકે પણ જાણીએ છીએ. ડૉ.ભીમરાવ આંબેડકરને બંધારણના પિતા કહેવામાં આવે છે. 06 ડિસેમ્બર 1956ના રોજ તેમનું અવસાન થયું હતું. દર વર્ષે 6 ડિસેમ્બરે બાબા સાહેબની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
2/8

આ દિવસ મનાવવા પાછળનું કારણ બાબા સાહેબને આદર અને શ્રદ્ધાંજલિ આપવાનું છે. ભારતીય બંધારણના નિર્માતા, સમાજ સુધારક, બૌદ્ધિક અને ચિંતક ડૉ.ભીમરાવ આંબેડકરે દેશને જે આપ્યું તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી.
3/8

મહાપરિનિર્વાણ એટલે બૌદ્ધ ધર્મમાં આત્માની મુક્તિ. આંબેડકરના મહાન આત્માની શાંતિ અને તેમની અમૂલ્ય સેવાને માન આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. ડો.ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ મરાઠી દલિત પરિવારમાં થયો હતો. તેઓ રામજી માલોજી સકપાલ અને ભીમાબાઈ મુરબાદકરના 14મા અને છેલ્લા સંતાન હતા. તેમનો પરિવાર રત્નાગિરી જિલ્લાના અંબાવડે નામના ગામનો હતો. તેમનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મઉ શહેરમાં થયો હતો.
4/8

પરિનિર્વાણ એ બૌદ્ધ ધર્મના મુખ્ય સિદ્ધાંતો અને ધ્યેયો પૈકી એક છે. તેનો મૂળ અર્થ થાય છે 'મૃત્યુ પછીનું નિર્વાણ'. બૌદ્ધ ધર્મ અનુસાર, જે નિર્વાણ પ્રાપ્ત કરે છે તે સાંસારિક ઇચ્છાઓ અને જીવનના દુઃખોથી મુક્ત થશે. તે જીવનના ચક્રમાંથી મુક્ત થશે એટલે કે તે ફરીથી જન્મશે નહીં. પરંતુ નિર્વાણ પ્રાપ્ત કરવું સહેલું નથી. આ માટે સદાચારી અને ધાર્મિક જીવન જીવવું પડશે. બૌદ્ધ ધર્મમાં, 80 વર્ષની વયે ભગવાન બુદ્ધના અવસાનને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે.
5/8

બંધારણના નિર્માતા ડૉ.ભીમરાવ આંબેડકરે ઘણા વર્ષો સુધી બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો હતો. આ પછી, 14 ઓક્ટોબર, 1956 ના રોજ તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. તેમની સાથે તેમના લગભગ 5 લાખ સમર્થકો પણ બૌદ્ધ ધર્મમાં જોડાયા હતા.
6/8

ડો.બાબાસાહેબ આંબેડકરે ગરીબ અને દલિત વર્ગની સ્થિતિ સુધારવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે સમાજમાંથી અસ્પૃશ્યતા સહિત અનેક પ્રથાઓને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માને છે કે તેમના બુદ્ધ ગુરુ પણ ડૉ. આંબેડકર જેવા ગુણવાન હતા. બૌદ્ધ અનુયાયીઓ અનુસાર, ડૉ. આંબેડકરે પણ તેમના કાર્યો દ્વારા નિર્વાણ પ્રાપ્ત કર્યું છે. તેથી તેમની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
7/8

બાબા સાહેબ આંબેડકરનું દિલ્હીમાં અવસાન થયું. તેમના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર બૌદ્ધ ધર્મના નિયમો હેઠળ મુંબઈમાં દાદર ચોપાટી ખાતે કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા હવે તે ચૈત્ય ભૂમિ તરીકે ઓળખાય છે.
8/8

બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ પર એટલે કે 6ઠ્ઠી ડિસેમ્બરે, લોકો તેમની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરે છે. દીવા અને મીણબત્તીઓ પ્રગટાવે છે. આ પછી, તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે ચૈત્ય ભૂમિ પર પણ લોકોની ભારે ભીડ ઉમટે છે. આ દિવસે બૌદ્ધ સાધુઓ સહિત ઘણા લોકો પવિત્ર ગીતો ગાય છે અને બાબા સાહેબના નારા પણ લગાવવામાં આવે છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે)
Published at : 06 Dec 2024 03:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
