શોધખોળ કરો
હવે પાણીનો બગાડ નહીં થાય, આ શહેરમાં લાગવાના છે AI Smart Water Meter, જાણો કઇ રીતે કરે છે કામ
આવકની ભરપાઈ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે આ મીટરની મદદથી પાણીનો બગાડ મહદઅંશે અટકાવી શકાય છે

(તસવીર- એબીપી લાઇવ)
1/9

How AI Smart Water Meter: આપણે બધા જાણીએ છીએ કે પાણી આપણા જીવન માટે કેટલું મહત્વનું છે. પરંતુ તેમ છતાં લોકો પાણીનો બગાડ કરતા હોવાનું અનેકવાર જોવા મળ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે, પાણી આપણા જીવન માટે કેટલું મહત્વનું છે, પરંતુ તેમ છતાં લોકો પાણીનો બગાડ કરતા હોવાનું અનેકવાર જોવા મળ્યું છે. આને ધ્યાનમાં રાખીને કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં AI સ્માર્ટ વૉટર મીટર લગાવવામાં આવનારા છે. આવકની ભરપાઈ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે આ મીટરની મદદથી પાણીનો બગાડ મહદઅંશે અટકાવી શકાય છે. ચાલો જાણીએ કે આ સ્માર્ટ મીટર કેવી રીતે કામ કરે છે.
2/9

AI સ્માર્ટ વૉટર મીટર એક અત્યાધુનિક ટેક્નોલોજી છે, જે પાણીના વપરાશને માપવામાં અને મેનેજ કરવામાં મદદ કરે છે. આ મીટર પરંપરાગત વૉટર મીટર કરતાં વધુ અદ્યતન અને સચોટ છે, કારણ કે તેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
3/9

AI સ્માર્ટ વૉટર મીટરનો મુખ્ય ઉદ્દેશ્ય વાસ્તવિક સમયમાં પાણીના વપરાશ પર દેખરેખ રાખવાનો અને યૂઝર્સને સચોટ ડેટા પ્રદાન કરવાનો છે. તે નીચેની રીતે કામ કરે છે.
4/9

મીટરમાં સ્થાપિત ઉચ્ચ સચોટતા સેન્સર પાણીના પ્રવાહ દર, દબાણ અને વપરાશને માપે છે. આ સેન્સર દર સેકન્ડે ડેટા રેકોર્ડ કરે છે, જેનાથી પાણીના વપરાશનું વિગતવાર વિશ્લેષણ થઈ શકે છે.
5/9

AI સ્માર્ટ મીટર ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) ટેક્નોલોજી દ્વારા યૂઝર્સના સ્માર્ટફોન અથવા અનુરૂપ ડેશબોર્ડ પર રીઅલ-ટાઇમ ડેટા મોકલે છે. આ ડેટા ગ્રાહકોને પાણીના વપરાશનો સચોટ ખ્યાલ આપે છે.
6/9

આ મીટર્સમાં AI અલ્ગૉરિધમ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે પાણીના વપરાશની પેટર્નને ઓળખે છે. આ ટેક્નોલોજી સંભવિત લીક, પાણીનો બગાડ અને અનિયમિત વપરાશ જેવી સમસ્યાઓને તરત જ ઓળખે છે અને સૂચિત કરે છે.
7/9

જ્યારે પાણીનો વપરાશ સામાન્ય મર્યાદા કરતાં વધી જાય છે, ત્યારે મીટર ગ્રાહકોને ચેતવણીઓ મોકલે છે. આ ટેક્નોલોજી પાણીનો બગાડ અટકાવવામાં મદદ કરે છે.
8/9

આ મીટરના પણ ઘણા ફાયદા છે. આ AI આધારિત ટેક્નોલોજી ગ્રાહકોને પાણીના વપરાશને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ સિવાય તે નાનામાં નાના લીકેજને પણ તરત પકડી લે છે.
9/9

એટલું જ નહીં, ઓટોમેટેડ ડેટા દ્વારા બિલિંગ સચોટ અને પારદર્શક છે. AI સ્માર્ટ વૉટર મીટર એ આધુનિક સમાજમાં પાણીના વપરાશને સચોટ અને અસરકારક રીતે સંચાલિત કરવા માટેનું એક ઉત્તમ માધ્યમ છે.
Published at : 05 Dec 2024 01:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
