શોધખોળ કરો
Advertisement
Andhra Pradesh: કુર્નુલમાં બસ-ટ્રકની ટક્કર, 13નાં મોત, 4 ઘાયલ
ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં બે લોકોની હાલત ગંભીર છે.
આંધ્રપ્રદેશમાં આજે સવારે એક દર્દનાક ઘટના બની હતી. આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના વેલાદૂર્તિ મંડળના મદારપુર ગામમાં આજે વહેલી સવારે બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં 13 લોકોનાં મોત થયા હતા અને ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટના સવારે 3 કલાકની આસપાસ બની હતી. ઘટના વિશે માહિતી આપતા સબ ઈન્સ્પેક્ટર પેડડિયા નાયડુએ જણાવ્યું, બસ ચિત્તૂર જિલ્લાના મદનાપલ્લે ગામથી રાજસ્થાનના અજમેર તરફ જઈ રહી હતી. બસ સવારના 3 વાગ્યે મદારપુર ગામ પાસે પહોંચી ત્યારે ખોટી દિશામાં ગઈ હતી અને સામેની બાજુથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ બસમાં 17 લોકો સવાર હતા. બસના ચાલક સહિત 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 4 ઘાયલ થયાં હતાં. ઇજાગ્રસ્તોને કુર્નૂલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement