શોધખોળ કરો
Advertisement
કાશ્મીરઃ પુલવામામાં IED વિસ્ફોટ, નવ જવાન ઘાયલ
જમ્મુ અને કાશ્મીરમાં એક દિવસ અગાઉ જ IED હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરક્ષામાં વધારો કરાયો હતો.
કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ફરીથી આતંકી હુમલો થયો છે. અહી આતંકીઓએ IED વિસ્ફોટ કર્યો છે. આર્મીના 44 રાષ્ટ્રીય રાઇફલ્સને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ હુમલામાં સૈન્યના નવ જવાન ઘાયલ થયા છે. તેમાંથી ત્રણની હાલત ગંભીર છે. તમામ જવાનોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ હુમલો પુલવામાના અરિહલ ગામમાં થયો હતો. સૈન્ય અને આતંકીઓ વચ્ચે ભારે ફાયરિંગ ચાલી રહ્યું છે. સૈન્યના જવાનો બુલેટપ્રુફ ગાડીમાં જઇ રહ્યા હતા ત્યારે હુમલો થયો હતો.
નોંધનીય છે કે જમ્મુ અને કાશ્મીરમાં એક દિવસ અગાઉ જ IED હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરક્ષામાં વધારો કરાયો હતો. IED વિસ્ફોટ બાદ સૈન્યએ આસપાસના વિસ્તારોને ઘેરી લીધો હતો. સૈન્યના મતે તમામ જવાન સુરક્ષિત છે અને તેમને સામાન્ય ઇજાઓ પહોંચી છે.Indian Army: Terrorists attempted to attack a mobile vehicle patrol of 44 RR with a vehicle based IED while the Army patrol was moving in general area Arihal in Pulwama this evening. The troops are safe, few minor injuries. Reports of attack on Army convoy are unfounded&baseless. https://t.co/seA8QqbX5A
— ANI (@ANI) June 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
લાઇફસ્ટાઇલ
Advertisement