શોધખોળ કરો

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'

Dharmendra Pradhan Resignation: અરવિંદ કેજરીવાલે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને 'જેન-ઝી' (Gen-Z)ની ખૂબ મોટી જીત ગણાવી છે. તેમણે કહ્યું કે સરકારે હવે એ સમજી લેવું જોઈએ કે તેમણે જનતાનું સાંભળવું જ પડશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • NEET પેપર લીક મુદ્દે ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું.
  • જંતર-મંતર પર 34 દિવસના વિદ્યાર્થી પ્રદર્શનો પછી આ નિર્ણય લેવાયો.
  • અરવિંદ કેજરીવાલે યુવાનોને અભિનંદન આપી લોકશાહીની જીત ગણાવી છે.
  • અભિજીત દીપકે પણ આને જીત ગણાવતા સરકાર ઝૂકી હોવાનું કહ્યું.

Dharmendra Pradhan Resignation:  દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા 34 દિવસથી ચાલી રહેલું ધરણાં પ્રદર્શન રંગ લાવ્યું છે. NEET પેપર લીકની જવાબદારી માંગતા વિપક્ષી પક્ષો અને વિદ્યાર્થીઓ સતત શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. આજે (શનિવાર, 25 જુલાઈ) ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. વિદ્યાર્થીઓની આટલા દિવસોની મહેનત સફળ થઈ છે. આ ઘટના પર હવે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે સરકારના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા જેન-ઝી અને પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.

અરવિંદ કેજરીવાલે એક વિડીયો જાહેર કરીને કહ્યું, "તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. યુવાનો અને જેન-ઝીને ખૂબ ખૂબ વધાઈ. આપ સૌનો સંઘર્ષ રંગ લાવ્યો છે. ધર્મેન્દ્ર પ્રધાને આખરે રાજીનામું આપવું પડ્યું. આ લોકશાહીની બહુ મોટી જીત છે. દેશમાં લોકોનો લોકશાહી પરથી વિશ્વાસ જ ઉઠી ગયો હતો. લોકોને લાગવા માંડ્યું હતું કે સરકારો સાંભળતી જ નથી. જનતા સરકારો સામે બૂમો પાડતી રહેતી હતી, કરગરતી રહેતી હતી, હાથ જોડતી હતી, પણ સરકારો સાંભળતી નહોતી. આટલો મોટો સંઘર્ષ થયો અને આખરે સરકારના અહંકારને ઝૂકવું પડ્યું."

આ પણ વાંચો...શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

અરવિંદ કેજરીવાલે સરકારને ચેતવણી આપવાના સ્વરમાં આગળ કહ્યું, "આ બહુ મોટી જીત છે, લોકશાહીની જીત છે. સરકારે પણ હવે સમજી લેવું જોઈએ કે તમારે જનતાનું સાંભળવું જ પડશે. લોકશાહી જનતાની છે, જનતા માટે છે અને જનતા દ્વારા છે. હું આશા રાખું છું કે સરકાર NEETની સિસ્ટમને ઠીક કરશે અને આવતા વર્ષથી આવા પેપર લીક થવાનું બંધ થઈ જશે."

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે

દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું. તેમણે શનિવારે (25 જુલાઈ) X પર એક પોસ્ટ શેર કરીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. આ મામલે પહેલું નિવેદન કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વડા અભિજીત દીપકે તરફથી આવ્યું છે; તેમણે જાહેર કર્યું, "અમે જીતી ગયા છીએ." CJP એ આ વિશે એક પોસ્ટ પણ શેર કરી છે.

રાજીનામા બાદ, કોકરોચ જનતા પાર્ટીના વડા અભિજીત દીપકેએ જંતર-મંતર પર કહ્યું: "તેઓ કહેતા હતા કે આ સરકારમાં રાજીનામું નથી પળતું; પરંતુ  ઝુકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહીએ".

Frequently Asked Questions

ધર્મેન્દ્ર પ્રધાને શા માટે રાજીનામું આપ્યું?

NEET પેપર લીકની જવાબદારી અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર પર 34 દિવસથી ચાલી રહેલા ધરણાં પ્રદર્શન બાદ ધર્મેન્દ્ર પ્રધાને શનિવાર, 25 જુલાઈના રોજ રાજીનામું આપ્યું.

અરવિંદ કેજરીવાલે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર શું પ્રતિક્રિયા આપી?

તેમણે આને લોકશાહીની મોટી જીત ગણાવી અને યુવાનો તથા જેન-ઝીને અભિનંદન પાઠવ્યા. તેમણે આશા વ્યક્ત કરી કે સરકાર NEET સિસ્ટમને સુધારીને ભવિષ્યમાં પેપર લીક અટકાવશે.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અભિજીત દીપકની શું પ્રતિક્રિયા હતી?

કોકરોચ જનતા પાર્ટીના વડા અભિજીત દીપકે આને વિજય ગણાવ્યો અને કહ્યું,

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
Embed widget