શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

'આજે મુખ્યમંત્રી કેજરીવાલની ED ધરપકડ કરશે', દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજ અને આતિશીનો દાવો

નોંધનીય છે કે બુધવારે (3 જાન્યુઆરી) સીએમ કેજરીવાલ EDના ત્રીજા સમન્સ પર પણ તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા

Delhi News: દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો છે કે સાંભળવામાં આવી રહ્યું છે કે ED આવતીકાલે સવારે (4 જાન્યુઆરી) સવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચશે અને તેમની ધરપકડ કરશે. દિલ્હીના મંત્રી આતિશીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે રિપોર્ટ્સ આવી રહ્યા છે કે ED કાલે (4 જાન્યુઆરી) સવારે અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પર દરોડા પાડવા જઈ રહી છે. ધરપકડ કરી શકે છે.

નોંધનીય છે કે બુધવારે (3 જાન્યુઆરી) સીએમ કેજરીવાલ EDના ત્રીજા સમન્સ પર પણ તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા. એક્સાઇઝ પોલિસી કેસમાં ઇડીએ મુખ્યમંત્રી અરવિંદને સમન્સ જાહેર કર્યા હતા. તેમણે નોટિસને ગેરકાયદે ગણાવી લેખિત જવાબ મોકલ્યો હતો. આમ આદમી પાર્ટી (AAP) એ આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલને વારંવાર નોટિસ મોકલવી એ તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે ધરપકડ કરવાના ષડયંત્રનો એક ભાગ હતો.

AAPએ કહ્યું કે કેજરીવાલ તપાસ એજન્સીને સહકાર આપવા તૈયાર છે પરંતુ દાવો કર્યો કે સમન્સ તેમની ધરપકડ કરવાના ઈરાદાથી મોકલવામાં આવ્યા હતા. પાર્ટીએ આરોપ લગાવ્યો કે, “ચૂંટણી પહેલા નોટિસ કેમ મોકલવામાં આવી? આ નોટિસ કેજરીવાલને ચૂંટણી પ્રચાર કરતા રોકવાનો પ્રયાસ છે.

મુખ્યમંત્રીએ તેમના જવાબમાં શું કહ્યું?

સીએમ કેજરીવાલે બુધવારે તપાસ એજન્સીને પત્ર લખ્યો કે તેઓ રાજ્યસભાની ચૂંટણી અને પ્રજાસત્તાક દિવસની તૈયારીઓમાં વ્યસ્ત છે, પરંતુ એજન્સીના કોઈપણ પ્રશ્નનો જવાબ આપવા તૈયાર છે. AAPના વડાએ એજન્સીને તેમના અગાઉના પત્રોનો જવાબ આપવા જણાવ્યું હતું જેમાં તેમણે તેમને કથિત પૂછપરછ/તપાસ માટે બોલાવવા પાછળના વાસ્તવિક હેતુઓ વિશે સ્પષ્ટતા માંગી હતી.

સીએમ કેજરીવાલે અગાઉ 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરના બે સમન્સ પર ફેડરલ એજન્સી સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો હતો અને નોટિસને 'ગેરકાયદેસર' અને 'રાજકીય રીતે પ્રેરિત' ગણાવી હતી. દિલ્હીથી રાજ્યસભાની ત્રણ બેઠકો માટે યોજાનારી ચૂંટણીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, “આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક હોવાના કારણે હું આ પ્રક્રિયા સાથે જોડાયેલો છું અને આ મહત્વપૂર્ણ ચૂંટણીઓની તૈયારીમાં વ્યસ્ત છું. દિલ્હીના મુખ્યમંત્રી હોવાના કારણે હું 26 જાન્યુઆરી 2024ના પ્રજાસત્તાક દિવસના ઘણા કાર્યક્રમો અને ઉજવણીના આયોજન અને તૈયારીઓમાં વ્યસ્ત છું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો

મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ

ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું

bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી અધિકારી-કર્મચારી હોવું ગુનો થોડો છેHun To Bolish : હું તો બોલીશ : ફરી શરૂ થયો રઝળતો આતંકExclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશPalanpur News: નાઉ સ્ટાર્ટ વે કંપનીના ઝાસામાં મહેસાણાના એક વેપારીએ નાણાં ગુમાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
Gold Rate Today: સસ્તુ થઈ ગયું સોનું, ભાવ 80 હજાર રૂપિયાથી નીચે ઉતરી ગયા, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ

આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે

મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....

Embed widget