શોધખોળ કરો

Assam Election EVM Issue: કરીમગંજમાં એક ખાનગી કારમાં EVM મશીન મળી આવતા ખળભળાટ,  4 ચૂંટણી અધિકારી સસ્પેન્ડ 

ઘટના સામે આવ્યા બાદ દાવો કરવામાં આવી રહ્યો છે,  કાર ભાજપના વર્તમાન ધારાસભ્ય કૃષ્ણેંદુ પોલની પત્નીની છે. ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. 

કરીમગંજ: આસામ (Assam)ના કરીમગંજ જિલ્લામાં એક ખાનગી કારમાં વોટિંગ મશીન EVM મળી આવતા ખળભળાટ મચી ગયો છે. EVM જપ્ત થયા બાદ આસામના કરીમગંજમાં સંબંધિત બૂથ પર ચૂંટણી રદ કરી દેવામાં આવી છે. તેમજ ચૂંટણી પંચે બૂથ નંબર 149 પર ફરીથી મતદાન કરવાનો નિર્ણય લીધો છે.ચૂંટણી પંચે (Elections commission) ચાર ચૂંટણી અધિકારીઓને સસ્પેન્ડ પણ કરી દીધાં છે. આ મામલે ચૂંટણીપંચે ફરિયાદ નોંધાવી છે. ઘટના સામે આવ્યા બાદ દાવો કરવામાં આવી રહ્યો છે,   કાર ભાજપના વર્તમાન ધારાસભ્ય કૃષ્ણેંદુ પોલની પત્નીની છે. ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી  અધિકારી પાસે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. 

EVMનો વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)એ ભાજપ (BJP) અને ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા છે. પ્રિયંકાએ ટ્વિટ કરીને કહ્યં હતું કે, "દરેક વખતે ચૂંટણી દરમિયાન ઇવીએમ ખાનગી વાહનોમાં લઈ જવામાં આવે છે અને પકડાય ત્યારે આ વાહનો ભાજપના ઉમેદવારો અથવા તેમના સાથી પક્ષના હોય છે. 

પ્રિયંકા ગાંધીએ ઉઠાવ્યા સવાલ 

પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું કે, સત્ય તો એ છે કે આ પ્રકારની ઘણી ઘટનાઓનની જાણકારી આપવામાં આવે છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ચૂંટણી પંચે આ ફરિયાદો અંગે નિર્ણાયક પગલાં લેવાની અને તમામ રાષ્ટ્રીય પક્ષો દ્વારા ઇવીએમનું પૂન:મુલ્યાનક શરુ કરવાની જરૂર છે. ''

EVM સાથે કોઈ ચેડા થયા નથી- ચૂંટણી પંચ 

આ સમગ્ર મામલે ચૂંટણી પંચે કહ્યું કે, “પરિવહન પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ અધિકારીઓને કારણ દર્શાવો નોટિસ જાહેર કરવામાં આવી છે. સાથે જ પીઓ અને ત્રણ અન્ય અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. જો કે ઈવીએમ સીલપેક મળી હતી પરતું  AC 1 રતબાડી (SC)ની ઈન્દિરા એમવી શાળા નંબર-149 પર ફરી મતદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે”

ચૂંટણે પંચે જણાવ્યું કે, સાંજે 6 વાગ્યે મતદાન સમાપ્ત થયા બાદ સુરક્ષા સાથે EVMને લઈને અધિકારી મતદાન મથકથી નિકળી ગયા  હતા પરંતુ રસ્તામાં ખરાબ હવામાનના કારણે ટ્રાફિક જામ લાગી ગયો હતો. જેથી અન્ય ગાડીઓથી અલગ થઈ ગયા હતા. આ દરમિયાન રાત્રે લગભગ 9 વાગ્યે જે ગાડીથી EVM લઈ જવામાં આવી રહ્યાં હતા. તે ખરાબ થઈ ગઈ હતી. જો કે, આ મામલે સંબંધિત અધિકારીને પણ જાણકારી આપવામાં આવી હતી અને અન્ય વાહનને મોકલવામાં આવ્યું હતું પરંતુ ઈવીએમ લાવી રહેલી ટીમે અલગ વાહનની વ્યવસ્થા કરી લીધી હતી.

આ વાહન ભાજપના ઉમેદવારના પત્નીના નામે રજિસ્ટર્ડ છે. ઘટના બાદ જ્યારે ઈવીએમ વીવીપેટ મશીનની તપાસ કરવામાં આવી તો તે સંપૂર્ણ સીલબંધ અને સુરક્ષિત છે. તેની સાથે કોઈ છેડછાડ કરવામાં આવ્યા નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget