કોરોના વેક્સિનેશનને લઇને શું ખોટી અફવા ફેલાતા આસામ પોલીસે ટ્વીટર પર કર્યો ખુલાસો, લોકોને શું આપી ચેતાવણી, જાણો વિગતે
આસામ પોલીસનુ આ ટ્વીટ ફ્રાન્સીસી નૉબલ પુરસ્કાર વિજેતાની તસવીર અને #ThinkBeforeYouShare હેશટેગ સાથે કરવામાં આવ્યુ છે જેમાં રસીકરણને લઇને લઇન ભ્રામક વાતો ના ફેલાવવાનુ કહેવામાં આવ્યુ છે.
નવી દિલ્હીઃ ભારતમાં વધી રહેલા કોરોના કેસોની સાથે સાથે હવે રસીકરણને લઇને પણ લોકોમાં અવનવી વાતો ઉડી રહી છે. સોશ્યલ મીડિયા પર આજકાલ દેશમાં થઇ રહેલા વેક્સિનેશન પ્રૉગ્રામ અને તેના આંકડાને લઇને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. આ અંગે આજે આસામ પોલીસે એક ટ્વીટ કરીને લોકોને ચેતવ્યા છે. આસામ પોલીસનુ આ ટ્વીટ ફ્રાન્સીસી નૉબલ પુરસ્કાર વિજેતાની તસવીર અને #ThinkBeforeYouShare હેશટેગ સાથે કરવામાં આવ્યુ છે જેમાં રસીકરણને લઇને લઇન ભ્રામક વાતો ના ફેલાવવાનુ કહેવામાં આવ્યુ છે.
આસામ પોલીસે શું કર્યુ ટ્વીટ.....
આસામ પોલીસ દ્વારા આજે એક ટ્વીટ કરવામાં આવ્યુ છે, આસામ પોલીસના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યુ છે જેમાં લખાયુ છે કે- સોશ્યલ મીડિયા પર એક ફ્રાન્સીસી નૉબલ પુરસ્કાર વિજેતાના નામથી કોરોના રસીકરણને લઇને કેટલાક મીસલીડિંગ ક્વૉટ કરવામાં આવી રહ્યાં છે, જેમાં તેમને જવાબદાર ગણાવવામાં આવ્યા છે, તે ખરેખર ખોટા છે. આ સંદર્ભમાં આપવામાં આવેલા આંકડા પણ ખોટા છે. અમે નાગરિકોને અનુરોધ કરીએ છીએ કે આ ખોટા અને પાયાવિહોણા મેસેજને ફોર્વર્ડ કરીને પ્રોત્સાહિત ના કરે. યાદ રાખો ખોટી માહિતી વાયરસની જેમ ઘાતક બની શકે છે. #ThinkBeforeYouShare
A misleading quote attributed to a French Nobel Laureate about Vaccines is being shared on Social Media with a false context.
— Assam Police (@assampolice) May 25, 2021
We request citizens to not promote these unverified forwards.
Remember, Misinformation can be as deadly as the virus itself.#ThinkBeforeYouShare pic.twitter.com/jBjColRZOe
19 કરોડથી વધારેને રસી અપાઈ....
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 19 કરોડ 85 લાખ 38 હજાર 999 ડોઝ આપવામાં આવ્યા છે.
એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત.....
સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ.....
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,96,427 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3511 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,26,850 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 69 લાખ 48 હજાર 874
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 40 લાખ 54 હજાર 861
કુલ એક્ટિવ કેસ - 25 લાખ 86 હજાર 782
કુલ મોત - 3 લાખ 07 હજાર 231