શોધખોળ કરો
Advertisement
આ રાજ્યમાં દુલ્હનને એક તોલો સોનું ભેટમાં આપશે રાજ્ય સરકાર, શરૂ કરી આ નવી યોજના
આ યોજનાનો લાભ તે પરિવાર જ ઉઠાવી શકે છે જે આર્થિ રીતે નબળા હોય. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આ યોજના આ વર્ષે રાજ્યના બજેટમાં પ્રસ્તાવિત હતી.
નવી દિલ્હીઃ અસમ સરકારે જાહેરાત કરી છે કે તે દરેક વયસ્ક દુલ્હન જેણે ઓછામાં ઓછા ધોરણ-10 સુધી અભ્યાસ કર્યો હોય અને લગ્નનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેને 10 ગ્રામ સોનું ભેટ સ્વરૂપે આપશે. રાજ્યના નાણાંમંત્રી હિમંત બિસ્વ સરમાએ કહ્યું કે, અરૂંધતિ સ્વર્ણ યોજનાનો લાભ મેળવવા માટે અન્ય કેટલીક શરતો પણ છે.
આ યોજનાનો લાભ તે પરિવાર જ ઉઠાવી શકે છે જે આર્થિ રીતે નબળા હોય. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આ યોજના આ વર્ષે રાજ્યના બજેટમાં પ્રસ્તાવિત હતી. બાળ લગ્ન નિષેધ અધિનિયમ અંતર્ગત અરૂંધતિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં બાળ લગ્નની સંખ્યાને ઓછી કરવાનો છે. બાળ લગ્ન નિષેધ અધિનિયમ અનુસાર ભારતમાં કોઇ પણ યુવતિના લગ્ન 18 વર્ષથી પહેલા અને યુવકના લગ્ન 21 વર્ષથી પહેલા થઇ શકે નહીં.
જોકે, આ યોજનાનો લાભ કોઇ પણ જાતિ, પંથ, ધર્મને માનતા તે પરિવાર લઇ શકે છે જેની વાર્ષિક આવક પાંચ લાખથી ઓછી છે. કેબિનેટ બેઠકમાં સરકારે તમામ સરકારી ઓફિસો અને કામકાજના સ્થળો પર ફરજિયાત સેનેટરી નેપકીન રાખવાનો પણ નિર્ણય લીધો છે. આ નિર્ણય કામકાજના સ્થળ પર મહિલાઓમાં વ્યક્તિગત સાફ-સફાઇને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion