Assembly Election Results: ત્રિપુરા-નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનની સરકાર, મેઘાલયમાં NPPને સોંપ્યું સમર્થન પત્ર
ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલયમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.
![Assembly Election Results: ત્રિપુરા-નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનની સરકાર, મેઘાલયમાં NPPને સોંપ્યું સમર્થન પત્ર Assembly Election Results: Election Results 2023 Analysis: BJP and allies back in power in Northeastern states Assembly Election Results: ત્રિપુરા-નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનની સરકાર, મેઘાલયમાં NPPને સોંપ્યું સમર્થન પત્ર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/03/66714e23af0a83ca6efea33e6926bc3b167781021740874_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Assembly Election Results 2023: ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલયમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. ચૂંટણી પરિણામો બાદ પીએમ મોદીએ બીજેપી હેડક્વાર્ટરમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા વિપક્ષ પર પણ જોરદાર પ્રહારો કર્યા હતા.
- ત્રિપુરામાં BJP-IPFT ગઠબંધને 60 સભ્યોની વિધાનસભામાં 33 બેઠકો જીતીને સતત બીજી વખત સત્તામાં વાપસી કરી છે. પ્રદ્યોત કિશોર દેબબર્માની ટીપરા મોથા પાર્ટીને 13 બેઠકો મળી છે. જ્યારે ડાબેરી-કોંગ્રેસ ગઠબંધનને 14 બેઠકો મળી હતી. તૃણમૂલ કોંગ્રેસે 28 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ તેને ક્યાંય સફળતા મળી નથી. માણિક સાહા ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી બનશે.
- નાગાલેન્ડમાં શાસક એનડીપીપી-ભાજપ ગઠબંધને 37 બેઠકો જીતીને 60 સભ્યોની વિધાનસભામાં બહુમતી મેળવી છે. નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) એ 25 સીટો જીતી છે જ્યારે બીજેપીએ 12 સીટો પર જીત મેળવી છે. એનસીપીને 7 સીટ, એનપીપીને 5 સીટ, ચિરાગ પાસવાનની એલજેપી (રામ વિલાસ)ને 2 સીટ, નીતીશ કુમારની જેડીયુને એક સીટ મળી હતી. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની રિપબ્લિકન પાર્ટીએ બે બેઠકો જીતી હતી. કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. નેફિયુ રિયો પાંચમી વખત નાગાલેન્ડના મુખ્યમંત્રી બનવાનું નક્કી છે.
- મેઘાલયમાં સત્તારૂઢ નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) 59 વિધાનસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં 26 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જોકે, NPP 60 સભ્યોની વિધાનસભામાં બહુમતીના આંકને સ્પર્શી શકી નથી.
- યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP), સંગમા સરકારમાં NPPની સાથી 11 બેઠકો જીતીને બીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ પાંચ-પાંચ બેઠકો જીતી છે. ભાજપને 2 બેઠકો પર જીત મળી છે. મેઘાલયમાં 60 વિધાનસભા બેઠકો છે, પરંતુ સોહિયોંગ બેઠક પર ઉમેદવારના મૃત્યુને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.
- આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ફોન કર્યો અને નવી સરકાર બનાવવા માટે તેમનો ટેકો માંગ્યો. તેમણે કહ્યું કે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના મેઘાલય એકમને રાજ્યમાં સરકારની રચનામાં એનપીપીને સમર્થન આપવાની સલાહ આપી હતી.
- મેઘાલયમાં સરકાર બનાવવા માટે ભાજપે NPPને સમર્થનનો પત્ર સોંપ્યો હતો. કોનરાડ સંગમા શુક્રવારે સવારે રાજ્યના ગવર્નર ફાગુ ચૌહાણને મળી શકે છે અને આગામી સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. એનપીપી અને અન્ય સહયોગી પક્ષોના ધારાસભ્યો પણ તેમની સાથે જશે.
બીજેપી હેડક્વાર્ટર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ચૂંટણીના પરિણામો દેશ અને દુનિયાની સામે ભારતની લોકશાહી અને લોકશાહી સંસ્થાઓમાં લોકોનો વિશ્વાસ દર્શાવે છે. તેમણે કહ્યું કે ત્રણ પૂર્વોત્તર રાજ્યોના ચૂંટણી પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે આ પ્રદેશ ન તો દિલ્હીથી દૂર છે અને ન તો દિલથી દૂર છે. વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો મોદીની કબર ખોદવાની ઈચ્છા ધરાવે છે, પરંતુ જ્યાં પણ તક મળે છે ત્યાં કમળ ખીલે છે.
- કોંગ્રેસે કહ્યું કે ત્રણ પૂર્વોત્તર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો નિરાશાજનક રહ્યા છે, જેના માટે તે કારણો પર વિચાર કરશે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે આજના પરિણામો પ્રોત્સાહકની સાથે નિરાશાજનક પણ છે. અમે પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણી જીતી છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)