Assembly Elections 2023: કોંગ્રેસે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
State Election 2023: મધ્યપ્રદેશ કોંગ્રેસે 144 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સાથે કોંગ્રેસ આગામી બે દિવસમાં અંતિમ યાદી પણ જાહેર કરે તેવી શક્યતા છે.
Congress Candidate List: આજે કોંગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. છત્તીસગઢ કોંગ્રેસે 30 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસે પાટણથી સીએમ ભૂપેશ બઘેલ અને અંબિકાપુરથી ડેપ્યુટી સીએમ ટીએસ સિંહ દેવને ટિકિટ આપી છે. જ્યારે મધ્ય પ્રદેશ કોંગ્રેસે 144 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસની યાદી
મધ્યપ્રદેશ કોંગ્રેસે 144 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સાથે કોંગ્રેસ આગામી બે દિવસમાં અંતિમ યાદી પણ જાહેર કરે તેવી શક્યતા છે. ભાજપે 4 યાદી બહાર પાડી છે અને 136 જેટલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
Congress releases a list of 144 candidates for the upcoming Madhya Pradesh Assembly polls
State Congress President and former cm Kamal Nath to contest from Chhindwara pic.twitter.com/4e6Gx4d37D — ANI (@ANI) October 15, 2023
કોંગ્રેસે તેલંગાણામાં 55 ઉમેદવારોની જાહેરાત કરી
તેલંગાણામાં 30 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસે 55 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. 21 ઓગસ્ટના રોજ, BRS એ રાજ્યની કુલ 119 વિધાનસભા બેઠકોમાંથી 115 માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. ભાજપે હજુ સુધી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી.
Congress releases a list of 55 candidates for the upcoming Telangana Assembly polls
— ANI (@ANI) October 15, 2023
Telangana Congress president Revanth Reddy to contest from Kodangal pic.twitter.com/pEZCXboCxx
કોંગ્રેસ આજે રાજસ્થાનમાં ઉમેદવારો કરી શકે છે જાહેર
રાજસ્થાનમાં 25 નવેમ્બરે મતદાન થવાનું છે. કોંગ્રેસે હજુ ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. દિલ્હીમાં સ્ક્રીનીંગ કમિટીની બેઠક બાદ કોંગ્રેસ રવિવારે ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે.
ભાજપે અત્યાર સુધીમાં 41 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જો કે ભાજપની પ્રથમ યાદી જાહેર થવા પર પક્ષના ઘણા જૂથો નારાજ છે, આ નારાજ જૂથમાં રાજપાલ સિંહ શેખાવત (જોતવારા), વિકાસ ચૌધરી (કિશનગઢ), રાજેન્દ્ર ગુર્જર (દેવળી ઉનિયારા) અને અનિતા ગુર્જર મુખ્ય છે.
Congress releases a list of 30 candidates for the upcoming election in Chhattisgarh
— ANI (@ANI) October 15, 2023
CM Bhupesh Baghel to contest from Patan, Deputy CM TS Singh Deo from Ambikapur pic.twitter.com/GYwidZZZis
રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર કુમારે જણાવ્યું કે છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. આ સિવાય મધ્યપ્રદેશમાં 17 નવેમ્બર અને રાજસ્થાનમાં 25 નવેમ્બરે મતદાન થશે.આ તરફ મિઝોરમમાં 7 નવેમ્બરે અને તેલંગાણામાં 30 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. પાંચેય રાજ્યોનાં પરિણામ 3 ડિસેમ્બરે આવશે. આ 5 રાજ્યોમાં 679 વિધાનસભા સીટો છે.