શોધખોળ કરો

Atiq Ahmed : આખા UPને ધ્રુજાવનાર અતિકને દેખાયુ સાક્ષાત મોત? અમદાવાદ ભેગો કરવા માંગ

માફિયા અને પૂર્વ સાંસદ અતીક અહેમદ અને તેના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને ઉમેશ પાલના અપહરણના મામલામાં બપોરે લગભગ 12 વાગ્યે પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

Umesh Pal Kidnapping Case: એક સમયે આખા ઉત્તર પ્રદેશને ધ્રુજાવનારો અને ડરનો પર્યાય એવો ગેંગસ્ટર આજે પોતે જ ભયના ઓથાર હેઠળ છે. જેના પર 100થી વધારે કેસ નોંધાયેલા છે તે અતિકને પોતાને જ આજે મોતનો ડર સતાવી રહ્યો છે. માટે જ ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા સંભળાવ્યા બાદ માફિયા અતીક અહેમદે ન્યાયાધીશને ઉત્તર પ્રદેશની જેલના બદલે ગુજરાતના અમદાવાદની સાબરમતી જેલમાં રહેવાની વિનંતી કરી છે.

અતિકે ન્યાયાધીશને કહ્યું હતું કે, હું અહીં રહેવા માંગતો નથી. મને સાબરમતી જેલમાં પાછો મોકલવામાં આવે. કોર્ટે માફિયા અતીક અહેમદ સહિત ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. 17 વર્ષ જૂના કેસમાં પ્રત્યેકને એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

જાહેર છે કે, માફિયા અને પૂર્વ સાંસદ અતીક અહેમદ અને તેના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને ઉમેશ પાલના અપહરણના મામલામાં બપોરે લગભગ 12 વાગ્યે પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહેમદને સોમવારે ગુજરાતની સાબરમતી જેલમાંથી અને અશરફને બરેલી જેલમાંથી પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. જિલ્લા સરકારના એડવોકેટ ગુલાબ ચંદ્ર અગ્રહરીએ જણાવ્યું હતું કે, પ્રયાગરાજના સાંસદ-ધારાસભ્ય કોર્ટના ન્યાયાધીશ દિનેશ ચંદ્ર શુક્લાએ 2006માં ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહેમદ, તેના વકીલ સૌલત હનીફ અને ભૂતપૂર્વ કાઉન્સિલર દિનેશ પાસી સહિત ત્રણ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો નોંધ્યો હતો. કોર્ટે કલમ 364-A હેઠળ દોષિત ઠેરવી સશ્રમ આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે ત્રણેયને એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ રકમ ઉમેશ પાલના પરિવારને આપવામાં આવશે.

અતીક અહેમદને જૂન 2019માં સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો

કોર્ટે પુરાવાના અભાવે અતીક અહેમદના ભાઈ અશરફ સહિત સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં કુલ 11 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તેમાંથી એકનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું. કોર્ટ પરિસરમાં હાજર વકીલોએ ગુનેગારોને ફાંસી આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

ફુલપુરથી સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદને જૂન 2019માં ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશની જેલમાં હતો ત્યારે અતીકને રિયલ એસ્ટેટ વેપારી મોહિત જયસ્વાલનું અપહરણ અને હુમલો કરવાના આરોપ બાદ તેને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget