(Source: ECI/ABP News/ABP Majha)
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: દિલ્લીમાં AAP ધારાસભ્ય દળની બેઠકમાં અરવિંદ કેજરીવાલે નવા મુખ્યમંત્રી તરીકે આતિશીના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો
Delhi New CM: દિલ્લીમાં AAP ધારાસભ્ય દળની બેઠકમાં અરવિંદ કેજરીવાલે નવા મુખ્યમંત્રી તરીકે આતિશીના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
Delhi CM Arvind Kejriwal proposes the name of Delhi Minister Atishi as the new Chief Minister. She has been elected as the leader of Delhi AAP Legislative Party: AAP Sources pic.twitter.com/65VPmPpA39
— ANI (@ANI) September 17, 2024
આતિશી દિલ્હીના આગામી મુખ્યમંત્રી હશે. સીએમ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. ધારાસભ્યોએ આતિશીના નામ પર સહમતિ વ્યક્ત કરી હતી. આતિશી દિલ્હીના ત્રીજા મહિલા સીએમ હશે. આ પહેલા દિવંગત સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
અગાઉ, આમ આદમી પાર્ટી (AAP)ની રાજકીય બાબતોની સમિતિ (PAC)ના નેતાઓએ દિલ્હીના આગામી મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ સૂચવ્યું હતું. સોમવારે (16 સપ્ટેમ્બર) PACની બેઠક યોજાઈ હતી.
સીએમએ રવિવારે રાજીનામાની જાહેરાત કરી હતી
અરવિંદ કેજરીવાલે રવિવારે (15 સપ્ટેમ્બર) મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ પછી તેઓ સાંજે લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાને મળશે અને રાજીનામું સોંપશે.
21 માર્ચે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી સીબીઆઈ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈ કેસમાં તેમને 13 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. ED કેસમાં તેમને પહેલા જ જામીન મળી ચૂક્યા છે. તેઓ 13 સપ્ટેમ્બરે જ તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા.
CM કેજરીવાલે કેમ લીધો આ નિર્ણય?
રવિવારે AAP કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે કેજરીવાલે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે હું અગ્નિપરીક્ષા આપવા માંગુ છું. તેમણે કહ્યું હતું કે, "જ્યાં સુધી લોકો તેમને ઈમાનદારીનું પ્રમાણપત્ર નહીં આપે ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે નહીં." સાથે તેમણે નવેમ્બરમાં મહારાષ્ટ્રની સાથે ચૂંટણી કરાવવાની પણ અપીલ કરી હતી.
આ નામો પણ ચર્ચામાં હતા
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, પાર્ટીના આંતરિક સૂત્રોએ અગાઉ કહ્યું હતું કે આતિશી સિવાય દિલ્હીના મંત્રી ગોપાલ રાય, કૈલાશ ગેહલોત અને સૌરભ ભારદ્વાજના નામ મુખ્યમંત્રી પદના સંભવિત દાવેદાર તરીકે ચર્ચામાં છે.
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!