શોધખોળ કરો
Advertisement
ATM ની નવી પરિભાષા 'આયેગા તબ મિલેગા': મમતા બેનર્જી
નવી દિલ્હી : કેન્દ્ર સરકારના નોટબંધીના વિરોધમાં બુધવારે તૃણ મૂલ કૉંગ્રેસ (TMC), જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ, શિવસેના સહિતની પાર્ટીઓએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે રાષ્ટ્રપતિ ભવન કૂચમાં સામેલ થયા હતા.
રાષ્ટ્રપતિ ભવન ખાતે કૂચ બાદ મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સમાં ચાબખા મારતા જણાવ્યું હતું કે સરકારના નોટબંધી પગલા પર ATM ના પહેલા અર્થ ''ઓલ ટાઇમ મની'' હતો પણ હવે ''આયેગા તબ મીલેગા'' થઇ ગયો છે. તેમણે રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત અંગે જણાવ્યું કે, અમે રાષ્ટ્રપતિને અરજ કરી છે કે તેઓ સરકાર સાથે વાત કરે, નિર્ણય કરે અને દેશમાં સ્થિતિને સામાન્ય કરે.
8 નવેમ્બરે 500 અને 1000 ની નોટો પર પ્રતિબંધ મુકી દઇને નવી 500 અને 2000 નોટો બહાર પડાતા દેશની આમ જતા હાલાકી ભોગવી રહી છે. ત્યારે આ મામલે વિરોધ પક્ષે એક સાથે મળીને વિરોધ નોધાવ્યો હતો. સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી ચાલીને રાષ્ટ્રપતિને આવેદન આપ્યું હતું. કહ્યું હતુ કે, સરકાર આ નિર્ણય પરત ખેંચવા માટે નિર્દેશ આપવામાં આવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement