શોધખોળ કરો

SBI Customers Alert: ઓનલાઇન છેતરપિંડીથી બચો,  નકલી રિવોર્ડ લિંકથી દૂર રહો, SBIએ ગ્રાહકોને કર્યા એલર્ટ 

જો તમને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના નામ પર રિવોર્ડ પોઈન્ટ્સ સંબંધિત કોઈ સંદેશ અથવા લિંક પ્રાપ્ત થઈ છે, તો સાવચેત રહો.

Alert for SBI Customers: જો તમને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના નામ પર રિવોર્ડ પોઈન્ટ્સ સંબંધિત કોઈ સંદેશ અથવા લિંક પ્રાપ્ત થઈ છે, તો સાવચેત રહો. વાસ્તવમાં, છેતરપિંડી કરનારાઓ SBIના ગ્રાહકોને નવી રીતે ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક મેસેજ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તમારા SBI ડેબિટ કાર્ડ પરના રિવોર્ડ પોઈન્ટ્સ સમાપ્ત થવા જઈ રહ્યા છે. તેને રિડીમ કરવા માટે તમારે લિંક પર ક્લિક કરવું પડશે. આ લિંક સામાન્ય રીતે શંકાસ્પદ હોય છે, ખોલવાથી તમને નાણાકીય નુકસાન થઈ શકે છે.

SBIએ આ છેતરપિંડી વિશે સ્પષ્ટ ચેતવણી આપી છે કે SBI ક્યારેય રિવોર્ડ પોઈન્ટ્સ માટે લિંક્સ અથવા APK ફાઇલો ડાઉનલોડ કરવા માટે ગ્રાહકોને સંદેશા મોકલતી નથી.

SBIએ તેના ગ્રાહકોને ચેતવણી આપી છે

આવી લિંક્સ પર ક્લિક કરવું તમારા માટે ખતરનાક બની શકે છે, કારણ કે તેનાથી તમારી અંગત માહિતી ચોરી થઈ શકે છે અથવા તમારા ફોનમાં મૈલવેયર દાખલ થઈ શકે છે. એસબીઆઈના તમામ ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આવા પ્રકારના સંદેશાઓથી દૂર રહે અને કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલા બે વાર વિચાર કરે. જો તમને SBI સંબંધિત કોઈ શંકાસ્પદ સંદેશ મળે તો તેને તરત જ અવગણો અને તેની પુષ્ટિ કરવા માટે બેંકનો સંપર્ક કરો.

SBIએ વધુમાં કહ્યું કે તમારા રિવોર્ડ પોઈન્ટ્સ વિશેની માહિતી માટે હંમેશા બેંકની ઓફિશિયલ ચેનલ્સ અને મોબાઈલ એપ્સનો ઉપયોગ કરો. તમારી સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. આ પ્રકારના છેતરપિંડીના  પ્રયાસોથી બચવા માટે સાવચેત રહો અને સુરક્ષિત રહો.

આજકાલ આપણે ઓનલાઈન છેતરપિંડી વિશે ઘણા સમાચાર સાંભળીએ છીએ. આવી સ્થિતિમાં તમારી સામે મોટી વાત એ છે કે જો તમારી સાથે છેતરપિંડી થઈ છે તો તમે તમારા પૈસા કેવી રીતે પાછા મેળવી શકશો. સાયબર ઠગ હંમેશા કોઈને કોઈ રીતે નિર્દોષ લોકોને ફસાવવા અને તેમની પાસેથી પૈસાની છેતરપિંડી કરવા રાહ જોતા હોય છે. 

સાયબર એક્સપર્ટ્સનું કહેવું છે કે, જો તમારી સાથે સાયબર ફ્રૉડ થાય છે, તો આવી સ્થિતિમાં બિલકુલ ચૂપ ન રહો. તમારી સાથે થયેલી આ છેતરપિંડી વિશે તાત્કાલિક રિપોર્ટ ફાઇલ કરો કારણ કે જ્યાં સુધી તમે રિપોર્ટ ફાઇલ નહીં કરો ત્યાં સુધી તમને હેકર અને પૈસા વિશે કોઈ માહિતી મળશે નહીં. આ માટે તમે હેલ્પલાઈન નંબર પર જઈને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

તમે RBI પોર્ટલ પર જઈને સાયબર છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી શકો છો. https://cms.rbi.org.in પર જઈને તમે છેતરપિંડી વિશે ઓનલાઈન માહિતી આપી શકો છો અને રિપોર્ટ નોંધાવી શકો છો. આમાં તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો પૂછવામાં આવશે, જે ભર્યા પછી તમને બધી વિગતો મળી જશે.

ટોપ સ્ટોરી

Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન
Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન
Gen Z પ્રોટેસ્ટ દરમિયાન વાયરલ થયેલી આ ગર્લ રિયા અહીર સામેનો કેસ આ કારણે ખેંચાશે પરત
Gen Z પ્રોટેસ્ટ દરમિયાન વાયરલ થયેલી આ ગર્લ રિયા અહીર સામેનો કેસ આ કારણે ખેંચાશે પરત
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Embed widget