શોધખોળ કરો
Advertisement
બાબરી વિધ્વંસ કેસઃ તમામ 32 આરોપી નિર્દોષ, જજ એસકે યાદવે કહ્યું- વિવાદિત ભાગ તોડવો એ પૂર્વ આયોજિત કાવતરું ન હતું
અયોધ્યામાં 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરીનો વિવાદ ભાગ તોડી પાડવાના મામલે સીબીઆઈની વિશેષ કોર્ટે ચુકાદો આપ્યો છે.
Babri Masjid Demolition Case Verdict: બાબરી વિધ્વંવ કેસમાં લાલ કૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, સતીષ પ્રધાન, મહંત ગોપાલદાસ અને ઉમા ભારતી સહિત 32 આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જજ એસકે યાદવે કહ્યું કે, વિવાદિત માળખું તોડવાની ઘટના પૂર્વ આયોજિત ન હતી. આ ઘટના અચાનક થઈ હતી.
આ 32 લોકો નિર્દોષ જાહેર
ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, મહંત નૃત્યુ ગોપાલદાસ, સાધ્વી ઋતમ્ભરા, ચમ્પત રાય, વિનય કટિયાર, રામ વિલાસ વેદાંતી, મહંત ધરમ દાસ, પવન પાંડેય, બ્રજ ભૂષણ શરણ સિંહ, સાક્ષી મહારાજ, સતીશ પ્રધાન, આરએન શ્રીવાસ્તવ, તત્કાલીન ડીએમ, જય ભગવાન ગોયલ, રામચંદ્ર ખત્રી, સુધીર કક્કડ, અમરનાત ગોયલ, સંતોષ દુબે, પ્રકાશ શર્મા, જયભાન સિંહ પવૈયા, ધર્મેન્દ્ર સિંહ ગુર્જર, લલ્લૂ સિંહ, હાલના સાંસદ, ઓમ પ્રકાશ પાંડેય, વિનય કુમાર રાય, કમલેશ ત્રિપાઠી, ગાંધી યાદવ, વિજય બહાદુર સિંહ, નવીન શુક્લા, આચાર્ય ધર્મેન્દ્ર, રામજી ગુપ્તા.
નોંધનીય છે કે, અયોધ્યામાં 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરીનો વિવાદ ભાગ તોડી પાડવાના મામલે સીબીઆઈની વિશેષ કોર્ટે ચુકાદો આપ્યો છે. આ મામલે કુલ 49 આરોપીઓ હતા, જેમાંથી 17 આરોપીઓના મોત થયા છે. એવામાં કોર્ટે કેસમાં બાકીના તમામ 32 મુખ્ય આરોપીઓને લઈને ચુકાદો આપ્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion