શોધખોળ કરો
BJP-SP પર વરસી માયાવતી, કહ્યું- ‘સર્જિકલ સ્ટ્રાઈક મોદીની રાજનીતિની ચાલ છે’
લખનઉ: ઉત્તર પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજવાદી પાર્ટી (બીએસપી)ની રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ રવિવારે વડાપ્રધાન નરેંદ્ર મોદી અને યૂપી સરકાર પર કરારા હુમલો કર્યો અને કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈક પીએમ મોદીની રાજકીય ચાલ છે. તેની સાથે તેમને પ્રદેશની સમાજવાદી સરકાર પર ઘણાં ગંભીર આરોપ લગાવ્યા હતા.
માયાવતીએ આરોપ લગાવ્યો કે સરકાર પાંચ રાજ્યોમાં થનાર વિધાનસભાની ચૂંટણી પહેલા સેનાએ સર્જિકલ સ્ટ્રાઈકનો ચૂંટણીમાં લાભ લેવા માંગે છે. માયાવતીએ કહ્યું કે, આ
સર્જિકલ સ્ટ્રાઈક પઠાણકોટમાં થયેલા આતંકી હુમલા પછી થવી જોઈતી હતી, પરંતુ એવું લાગી રહ્યું છે કે તેમાં જાણીજોઈને રાહ જોવામાં આવી છે. જેથી તેમને રાજનૈતિક ફાયદો
ઉઠાવી શકે..
બીએસપીના સંસ્થાપક કાંશીરામની પુણ્યતિથિ પર લખનઉમાં આયોજિત વિશાળ રેલીને સંબોધિત કરતા માયાવતીએ કહ્યું કે, વડાપ્રધાન નરેંદ્ર મોદી પોતાની કમજોરીઓ અને
અસફળતાઓને છૂપાવવા માટે સર્જિકલ સ્ટ્રાઈકનો સહારો લઈ રહ્યા છે.
માયાવતીએ વધુમાં કહ્યું, “સેના તરફથી પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઈક પઠાનકોટમાં થયેલા આતંકીવાદી હુમલા પછી કરાવવો જોઈતો હતો, પરંતુ તેમને
જાણી જોઈને યોગ્ય મોકોનો અવસર જોઈ કરાવી છે. ઉડીમાં થયેલા આતંકવાદી હુમલા પછી કેંદ્ર સરકારે સેનાને કાર્યવાહી કરવાની છૂટ આપી હતી. વિધાનસભા ચૂંટણી પહેલા ભારત પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ થવાની અફવા ફેલાવવામાં આવી રહી છે. આ જાણી જોઈને બનાવવામાં આવેલી રણનીતિનો ભાગ છે.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
બોલિવૂડ
ગેજેટ
Advertisement