શોધખોળ કરો

રાજ્યમાં શીતલહેર, સવારથી ઠંડા પવનો ફૂંકાતા અમદાવાદ-રાજકોટ સહિતના શહેરોમાં ઠંડી વધી, નલિયા બન્યુ સૌથી ઠંડુ

Gujarat Weather: લેટેસ્ટ અપડેટ પ્રમાણે, ઠંડીનો ચમકારો ફરી જોવા મળ્યો છે. આજે સવારથી જ રાજ્યમાં 20 કિમી પ્રતિ કલાકે પવનો ફૂંકાયા છે

Gujarat Weather: આજે પણ ફરી એકવાર રાજ્યમાં ઠંડીનું જોર જોવા મળ્યુ છે. વહેલી સવારથી જ ઠંડા પવનો સાથે કૉલ્ડવેવ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં ફરીથી નલિયા સૌથી ઠંડુ શહેર બન્યુ છે, તો વળી અમદાવાદ અને રાજકોટમાં પણ શીતલહેર ફરી વળી છે. આ વખતે શિયાળો લાંબો ચાલશે, માવઠુ થવાની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ઝાકળ પડવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને, પવનોની દિશા બદલાતા ગુજરાતના હવામાનમાં જોરદાર પલટો આવી શકે છે.  

હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં હજુપણ ઠંડીની અસરમાં કોઇ રાહતના સમાચાર નથી, આગામી ત્રણ દિવસ બાદ આંશિક રાહત મળવાની સંભાવના છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, ઠંડીનો ચમકારો ફરી જોવા મળ્યો છે. આજે સવારથી જ રાજ્યમાં 20 કિમી પ્રતિ કલાકે પવનો ફૂંકાયા છે. આજે ફરી એકવાર નલિયા ઠંડુગાર બન્યુ છે. રાજકોટમાં આજે 10.7 ડિગ્રી તાપમાન નોંધાયુ છે, વળી, અમદાવાદમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. આજે અમદાવાદમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જોકે હવે ત્રણ દિવસ આંશિક રાહત મળી શકે છે. 

મહત્વનું છે કે, અત્યારે દેશભરમાં શીતલહેર ફરી વળી છે, કાતિલ ઠંડીમાં સમગ્ર ઉત્તર ભારત ઠૂંઠવાયુ છે. આબુમાં આજનું તાપમાન 0.8 ડિગ્રી સુધી નોંધાયુ છે, પહાડોમાં તાપમાન માઈનસમાં પહોંચ્યુ છે. તો વળી, વૈષ્ણોદેવીમાં બરફવર્ષા થઇ રહી છે. હવામાન વિભાગ અનુસાર, દેશભરમાં 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે, જો વરસાદી ઝાંપટા પડશે તો ઠંડીનું જોર વધી શકે છે. 

ઠંડીને લઇને શું છે આગાહી - 
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાત માટે આગાહી કરી છે. સામાન્ય રીતે તાપમાન ઊંચું જતાં ઠંડીમાં રાહત મળતી હોય છે, પરંતુ આ વખતે જાન્યુઆરી મહિનામાં ઠંડીમાં રાહત મળે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાત નકારી રહ્યા છે. તેમના મતે આ વખતે શિયાળો લાંબો ચાલવાનો છે, એટલે જાન્યુઆરી મહિનામાં ઠંડીમાં કોઈ મોટી રાહત મળે તેવી કોઈ શક્યતાઓ પણ નથી. 16 અને 17 જાન્યુઆરી સુધી તો ઠંડીમાં કોઈ રાહત મળવાની નથી. 18 તારીખથી આંશિક રાહત મળે તેવી શક્યતાઓ છે. તે પણ 1થી 2 ડિગ્રીની રાહત હશે. હાલ લઘુત્તમ અને મહત્તમ તાપમાન બન્ને નીચે ચાલી રહ્યા છે. જ્યારે છેલ્લા ચાર-પાંચ દિવસથી સામાન્ય કરતાં વધારે પવન ફૂંકાઈ રહ્યા છે. 

હવામાન નિષ્ણાતના મતે, આગામી 19 તારીખથી પવનમાં સામાન્ય રાહત મળશે. 19 તારીખથી પવનની દિશામાં પણ બદલાવ આવશે. અત્યારે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો છે. જેની જગ્યાએ ઉત્તર-પશ્ચિમના પવનો થઈ શકે છે. જેના કારણે 18 તારીખથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણ દિવસ ઝાકળનો હળવો રાઉન્ડ આવી શકે છે. આ સાથે જ 18-19 તારીખે ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. જોકે, માવઠું થઈ જાય તેવી શક્યતાઓ હાલ પૂરતી દેખાતી નથી. દક્ષિણ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વાદળો હશે.

આ પણ વાંચો

Rain: ડાંગમાં વરસાદી ઝાપટું, વાતાવરણ પલટાતા ચીંચલી ગામમાં ખાબક્યો જોરદાર વરસાદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

DC vs LSG Live Score: લખનૌ સુપર જાયન્ટ્સની પ્રથમ વિકેટ પડી, વિપ્રરાજ નિગમે એડન માર્કરમને પેવેલિયન મોકલ્યો
DC vs LSG Live Score: લખનૌ સુપર જાયન્ટ્સની પ્રથમ વિકેટ પડી, વિપ્રરાજ નિગમે એડન માર્કરમને પેવેલિયન મોકલ્યો
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad: અમદાવાદના નાગરિકોને સરકારની વધુ એક ભેટ , વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી બનશે ઓવરબ્રિજVisavadar By Poll News: ગઠબંધન મુદ્દે AAP નેતા ગોપાલ ઈટાલિયાએ 12 કલાકમાં જ સૂર બદલાવીને લીધો યુ-ટર્નGandhinagar news: મદદનીશ કેળવણી નિરીક્ષકોને હવે સીધી નહીં મળે બઢતી!Rajkot KBZ Namkin Fire : રાજકોટની KBZ નમકીનમાં ભીષણ આગ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DC vs LSG Live Score: લખનૌ સુપર જાયન્ટ્સની પ્રથમ વિકેટ પડી, વિપ્રરાજ નિગમે એડન માર્કરમને પેવેલિયન મોકલ્યો
DC vs LSG Live Score: લખનૌ સુપર જાયન્ટ્સની પ્રથમ વિકેટ પડી, વિપ્રરાજ નિગમે એડન માર્કરમને પેવેલિયન મોકલ્યો
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
Embed widget