Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ
અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડ મામલે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઘણા દિવસથી નાસતો ફરતો મુખ્ય આરોપી કાર્તિક પટેલ આખરે ઝડપાઈ ગયો છે.

અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડ મામલે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઘણા દિવસથી નાસતો ફરતો મુખ્ય આરોપી કાર્તિક પટેલ આખરે ઝડપાઈ ગયો છે. મોડી રાતે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્તિકની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમબ્રાન્ચમાં તેની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે, રાજ્યમાં કુખ્યાત થયેલા ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં દર્દીઓના બિનજરૂરી ઓપરેશન કરવામાં આવ્યા હતા અને ત્યાર હાદ કેટલાક દર્દીઓના મોત થયા હતા. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
ખ્યાતિ ગ્રુપના ચેરમેન અને ડાયરેક્ટર કાર્તિક પટેલ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો. ખ્યાતી હોસ્પિટલ હત્યાકાંડ સમયે કાર્તિક પટેલ વિદેશ હતો. તેથી પોલીસ ધરપકડથી બચવા માટે ઓસ્ટ્રેલિયાથી દુબઈ ભાગ્યો હતો.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કાર્તિક પટેલ દુબઈથી અમદાવાદ આવી રહ્યો હતો. ત્યારે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલનો માલિક છે. કાર્તિક પટેલ હેલ્થ,એજ્યુકેશન, રિઅલ એસ્ટેટ, હોસ્પિટિલિટી, એન્ટરટેઇનમેન્ટ સહિતના અનેક વ્યવસાય સાથે સંકળાયેલો છે. ખ્યાતિકાંડ બાદથી તે ફરાર હતો. તે પહલેા ઑસ્ટ્રેલિયા હતો પછી દુબઇ આવી ગયો હતો.
કાર્તિક પરિવાર સાથે વિદેશમાં વેકેશન માણવાનો શોખીન છે. પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ ઉપરાંત તેની સામે લૂકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. હવે કાર્તિક પટેલની ધરપકડ બાદ પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે. નોંધનિય છે કે, કાર્તિક પટેલે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી. જો કે, જમાઈ મારફતે કરેલી આગોતરા જમીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. ખ્યાતિકાંડના બધા આરોપીની આગોતરા જમીન અરજી નામંજુર કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, કડી ખાતે 10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા દર્દીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ગામમાંથી 19 લોકોને અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા. જે બાદ દર્દીઓની એંજિયોગ્રાફી કરવામાં આવી હતી. એન્જિયોગ્રાફી બાદ દર્દીના હૃદયમાં સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા. જેમાં સ્ટેન્ડ મૂક્યા બાદ 2 દર્દીઓના મોત થયા હતા. જે બાદ દર્દીના સબંધીઓએ હોસ્પિટલમાં તોડફોડ કરીને હોબાળો મચાવ્યો હતો ત્યારે આ સમગ્ર મામલો મીડિયામાં આવ્યો અને એક બાદ એક નવા ખુલાસા થયા.
આ પણ વાંચો...





















