(Source: ECI/ABP News/ABP Majha)
Bangladesh Violence: ‘મને સત્તામાંથી દૂર કરવામાં અમેરિકાનો હાથ’, બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાએ લગાવ્યો આરોપ, આપ્યું આ કારણ
Sheikh Hasina Message: બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાએ તેમના મેસેજમાં કહ્યું કે, સર્વશક્તિમાન અલ્લાહની કૃપાથી હું જલદીથી પરત ફરીશ.
Sheikh Hasina Allegation on America: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ અમેરિકા પર મોટો આરોપ લગાવ્યો છે. હાલમાં ભારતમાં રહેતી શેખ હસીનાનું કહેવું છે કે અમેરિકાએ તેમને સેન્ટ માર્ટિન ટાપુ ન સોંપવાને કારણે તેમને સત્તા પરથી હટાવ્યા છે. શેખ હસીનાનું કહેવું છે કે સેન્ટ માર્ટિન આઈલેન્ડ મળ્યા બાદ બંગાળની ખાડી પર અમેરિકાનો પ્રભાવ વધશે.
શેખ હસીનાએ પોતાના સંદેશમાં બાંગ્લાદેશી નાગરિકોને કટ્ટરપંથીઓથી ગેરમાર્ગે ન આવવાની ચેતવણી આપી છે. શેખ હસીનાએ તેમના નજીકના સહાયકો દ્વારા મોકલેલા અને ETને ઉપલબ્ધ કરાવેલા સંદેશામાં જણાવ્યું હતું કે, "મેં રાજીનામું આપ્યું છે જેથી મારે મૃતદેહોનું સરઘસ ન જોવું પડે. તેઓ વિદ્યાર્થીઓના મૃતદેહો પર સત્તામાં આવવા માંગતા હતા, પરંતુ મેં આવું ન થવા દીધું, મેં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું.
કટ્ટરવાદીઓથી ગેરમાર્ગે ન આવવા અપીલ કરી હતી
હસીનાએ વધુમાં કહ્યું, જો મેં સેન્ટ માર્ટિન ટાપુની સાર્વભૌમત્વ છોડી દીધી હોત અને યુએસને બંગાળની ખાડી પર પ્રભાવ પાડવાની મંજૂરી આપી હોત તો હું સત્તામાં રહી શકી હોત. હું મારા દેશના લોકોને વિનંતી કરું છું કે, કૃપા કરીને કટ્ટરપંથીઓ દ્વારા ગેરમાર્ગે ન દોરાતા.
લોકોને કહ્યું- હું જલ્દી પાછી આવીશ
શેખ હસીના આગળ કહે છે, "જો હું દેશમાં રહી હોત, તો વધુ જીવ ગુમાવ્યા હોત, અને વધુ સંસાધનોનો નાશ થયો હોત. મેં છોડવાનો ખૂબ જ મુશ્કેલ નિર્ણય લીધો. હું તમારી નેતા બની, કારણ કે તમે મને પસંદ કરી હતી. ઘણા નેતાઓની હત્યા કરવામાં આવી છે, કાર્યકરોને હેરાન કરવામાં આવ્યા છે અને તેમના ઘરોમાં તોડફોડ કરવામાં આવી છે અને આગ લગાડવામાં આવી છે તે સમાચાર સાંભળીને મારું હૃદય આંસુઓથી ભરાઈ ગયું છે... સર્વશક્તિમાન અલ્લાહની કૃપાથી હું ટૂંક સમયમાં પાછી આવીશ. શેખ હસીનાએ વધુમાં કહ્યું કે અવામી લીગે વારંવાર બાંગ્લાદેશના ભવિષ્ય માટે પોતાનો અવાજ ઉઠાવ્યો છે, જે રાષ્ટ્ર માટે મારા મહાન પિતા લડ્યા હતા... જે દેશ માટે મારા પિતા અને પરિવારે પોતાનો જીવ આપ્યો હતો.
'મેં તેમને ક્યારેય રઝાકર કહ્યા નથી'
અનામત આંદોલન અને વિદ્યાર્થીઓના વિરોધનો ઉલ્લેખ કરતા હસીનાએ કહ્યું, ‘બાંગ્લાદેશના યુવા વિદ્યાર્થીઓને પુનરોચ્ચાર કરવા માંગુ છું કે મેં તમને ક્યારેય રઝાકાર નથી કહ્યા. પરંતુ તમને ઉશ્કેરવા માટે મારા શબ્દોને ટ્વિસ્ટ કરવામાં આવ્યા છે. હું તમને તે દિવસનો આખો વીડિયો જોવાની વિનંતી કરું છું. કાવતરાખોરોએ તમારી નિર્દોષતાનો લાભ લીધો છે અને રાષ્ટ્રને અસ્થિર કરવા માટે તમારો ઉપયોગ કર્યો છે.’
આ પણ વાંચોઃ