Google Pay અને Phone Payની બાદશાહત થશે ખતમ! હવે આ એપ UPI પેમેન્ટમાં મચાવશે ધમાલ
WhatsApp Pay: નોટિફિકેશન બહાર પડવાની સાથે NPCI એ WhatsApp પે પર યુઝર ઉમેરવાની મર્યાદા પરનો પ્રતિબંધ હટાવી દીધો છે અને તેનો ફાયદો 50 કરોડ યુઝર્સને મળી શકે છે.
WhatsApp Pay: વોટ્સએપના યુઝર્સ માટે એક સારા સમાચાર છે અને હવે તેઓને ખૂબ જ સરળતાથી ઓનલાઈન પેમેન્ટ કરવાની સુવિધા મળી રહી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ તાત્કાલિક અસરથી થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર WhatsApp Payના UPI યુઝર્સને ઉમેરવા પર લાદવામાં આવેલી મર્યાદાને દૂર કરી દીધી છે.
વ્હોટ્સએપ પે UPI સેવાઓને તમામ વપરાશકર્તાઓ માટે વિસ્તૃત કરી શકે છે
NPCIએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ મર્યાદાને હટાવવાથી, WhatsApp Pay હવે ભારતમાં તેના તમામ વપરાશકર્તાઓ માટે UPI સેવાઓનો વિસ્તાર કરી શકશે. મંગળવાર, 31 ડિસેમ્બર, 2024 ના રોજ, NPCI એ WhatsApp પેમેન્ટ્સ પર 10 કરોડની યુઝર કેપ હટાવી દીધી છે, જેના પછી બધા WhatsApp વપરાશકર્તાઓ વોટ્સએપ પેનો ઉપયોગ કરી શકશે.
પહેલા WhatsApp Pay યુઝર્સની મર્યાદા 10 કરોડ હતી
અગાઉ, NPCIએ તેના UPI વપરાશકર્તા આધારને તબક્કાવાર રીતે વિસ્તારવા માટે WhatsApp Payને પરવાનગી આપી હતી. પહેલા આ મર્યાદા 10 કરોડ યુઝર્સ સુધી હતી, જેને હવે NPCI દ્વારા હટાવી દેવામાં આવી છે. આ નોટિફિકેશન સાથે NPCIએ WhatsApp Pay પર યુઝર્સને ઉમેરવાની મર્યાદા પરનો પ્રતિબંધ હટાવી દીધો છે.
વોટ્સએપ પે યુઝર્સની મર્યાદા પહેલા 4 કરોડ અને પછી 10 કરોડ થઈ
સરકારે વર્ષ 2022માં વોટ્સએપ પેને 40 મિલિયન એટલે કે 4 કરોડ યુઝર્સ ઉમેરવાની મંજૂરી આપી હતી, જે વર્ષ 2022માં વધારીને 10 મિલિયન એટલે કે 10 કરોડ યુઝર્સ કરવામાં આવી હતી અને હવે નવા વર્ષની શરૂઆતમાં તેને તમામ વપરાશકર્તાઓ માટે વધારવામાં આવી છે.
કુલ UPI પેમેન્ટ સેવાઓમાં WhatsApp Pay યુઝર્સની સંખ્યામાં વધારો થશે
NPCIના આ નિર્ણય બાદ હવે WhatsAppના 50 કરોડ યુઝર્સ WhatsApp Pay દ્વારા UPI સેવાઓનો લાભ લઈ શકશે. આ નિર્ણય બાદ WhatsApp Payને મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસોને સમર્થન મળશે. જો આપણે વર્તમાન ડેટા પર નજર કરીએ તો, PhonePe અને Google Payનો કુલ UPI પેમેન્ટ સેવાઓમાં 85 ટકા હિસ્સો છે. વોટ્સએપ પેના નવા યુઝર્સ ઉમેરવાની મર્યાદા હટાવ્યા બાદ આ આંકડાઓમાં ફેરફાર થવાની સંભાવના છે.
NPCI UPI સેવાને પ્રોત્સાહન આપી રહી છે
UPI સેવા 2016 માં ભારતમાં શરૂ કરવામાં આવી હતી. ત્યારથી લોકોએ UPI દ્વારા કેશલેસ ટ્રાન્ઝેક્શન અને ડાયરેક્ટ UPI ટ્રાન્ઝેક્શન કરવાનું શરૂ કર્યું છે. થોડા જ સમયમાં, ભારતના કરોડો લોકોએ UPI સેવાનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું. IIM અને ISB ના પ્રોફેસરો દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ મુજબ, UPI સેવાએ ભારતના 300 મિલિયન એટલે કે લગભગ 30 કરોડ લોકો અને 5 કરોડ વેપારીઓને કોઈપણ વિક્ષેપ વિના ડિજિટલ વ્યવહારો કરવાની સુવિધા પૂરી પાડી છે.
NPCIએ કહ્યું કે તેઓ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રિટેલ પેમેન્ટ સિસ્ટમમાં નવી અને સારી રીતો લાવવા પર કામ કરી રહ્યા છે. તેમનો ધ્યેય ભારતને સંપૂર્ણપણે ડિજિટલ અર્થતંત્રમાં પરિવર્તિત કરવાનો છે. આ માટે, તે સમગ્ર દેશમાં લોકોને સુરક્ષિત અને સસ્તી પેમેન્ટ સિસ્ટમ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી ભારત સંપૂર્ણ રીતે ડિજિટલ દેશ બની શકે.
આ પણ વાંચો...