શોધખોળ કરો
Advertisement
West Bengal Election 2021: કૉંગ્રેસે 13 સીટો પર ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
બંગાળમાં કોંગ્રેસ, વામ મોર્ચા અને આઈએસએફ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. શુક્રવારે લેફ્ટ મોર્ચાએ પોતાના કેટલાક ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી.
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે કૉંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. પાર્ટીએ પ્રથ તબક્કા માટે 5 બેઠકો અને બીજા તબક્કા માટે 8 બેઠક પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, બંગાળમાં કોંગ્રેસ, વામ મોર્ચા અને આઈએસએફ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. શુક્રવારે લેફ્ટ મોર્ચાએ પોતાના કેટલાક ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી.
આ પહેલા શાસક પક્ષ ટીએમસીએ શુક્રવારે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ટીએમસીએ ત્રણ બેઠકો સિવાય રાજ્યની 291 બેઠકો પર ઉમેદવારોને ઉતારી દીધા છે. આ દરમિયાન મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે તે નંદીગ્રામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. તે જ સમયે, ભાજપે શનિવારે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થયેલા સુભેન્દુ અધિકારીને ભાજપે નંદીગ્રામથી ટિકિટ આપી છે.
294 વિધાનસભા સીટો વાળા પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી 8 તબક્કામાં મતદાન યોજાવાનું છે. 27 માર્ચે પ્રથમ તબક્કા 38 સીટો પર મતદાન યોજાશે. બીજા તબક્કાનું મતદાન 1 એપ્રિલે યોજાશે. જે અંતર્ગત 30 બેઠકો પર મતદાન થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion