શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ડ્રગ્સ સાથે ઝડપાયેલી ભાજપની નેતાએ ક્યા રાષ્ટ્રીય નેતાના ખાસ માણસનું આપ્યું નામ ? શું કર્યો આક્ષેપ ?
ભાજપની મહિલા નેતા પામેલા ગોસ્વામીની ડ્રગ્સ સાથે શુક્રવાર સાંજે કોલકતામાં ધરપકડ કરવામાં આવી છે. બંગાળની ભાજપ યુવા મોરચાની જનરલ સેક્રેટરી પામેલા ગૌસ્વામીએ ધરપકડ બાદ એક જાણીતા રાષ્ટ્રીય નેતાનું નામ ઉચ્ચાર્યું છે. કોણ છે આ નેતા?
ભાજપની યુવા નેતા પામેલા ગોસ્વામીની શુક્રવારે કોકીન લઇને કારમાં જતી હતી. તે સમયે તેમની ધરપકડ કરી લેવાઇ છે. તેમની પાસેથી 10 લાખનું કોકીન ઝડપાયું છે. ગોસ્વામી પામેલાના પર્સ અને કારની સીટ નીચેથી કોકીન મળી આવ્યું હતું. કારમાં પામેલા ગોસ્વામી સાથે યુવા મોરચાના ભાજપ નેતા પ્રબિર કુમાર ડે પણ હતા. જેની પણ ધરપકડ કરાઇ છે.
પામેલા ગોસ્વામીની ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરાઇ હતી. આ સમયે તેમણે ડ્રગ્સના કેસમાં ભાજપના રાષ્ટ્રીય નેતા કૈલાશ વિજય વર્ગીયના સહાયક રાકેશ સિંઘનું નામ પણ લીધું હતું અને ડ્ગ્સ કેસમાં સામેલ હોવાની વાત કબૂલી હતી.
પામેલા ગોસ્વમીએ જણાવ્યું હતું કે, ‘ડ્રગ્સની હેરાફેરીના સમગ્ર પ્લાનમાં બંગાલના ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયની સહાય રાકેશ સિંઘની મુખ્ય ભૂમિકા છે. તો આ કેસમાં સીઆઇડી દ્રારા તપાસ થવી જોઇએ’ ઉલ્લેખનિય છે કે, ટૂંક સમયમાં પશ્ચિમ બંગાળની ચૂંટણી છે ત્યારે બંગાળના ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયના સહાયક રાકેશ સિંઘનું નામ ડ્ર્ગ્સ કેસમાં ઉછળતાં તેમની મુશ્કેલી વધી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion