શોધખોળ કરો

બંગાળમાં કોણ મારશે બાજી? એક્ઝિટ પોલના અનુમાનો વચ્ચે અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી

West Bengal Election Result 2026: સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવનો દાવો - "બંગાળમાં દીદી જ ઐતિહાસિક બહુમતીથી જીતશે", સાથે જ મોંઘવારી અને ચૂંટણી પંચના મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કર્યા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અખિલેશ યાદવે મમતા બેનર્જી ઐતિહાસિક બહુમતીથી જીતશે તેવો દાવો કર્યો.
  • તેમણે EVM સુરક્ષા અને ચૂંટણી પંચની ભૂમિકા પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા.
  • અખિલેશે મોંઘવારી અને મહિલા અનામત મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા.
  • તેમણે ભાજપ પર ગરીબોના ખિસ્સા ખાલી કરી અમીરોના ફાયદાનો આરોપ મૂક્યો.

West Bengal Election Result 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મેના રોજ આવવાના છે, અને આખો દેશ એ જાણવા આતુર છે કે બંગાળની ગાદી પર કોણ બેસશે. મોટાભાગના એક્ઝિટ પોલ બંગાળમાં ભાજપની સરકાર બનવાની આગાહી કરી રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવે એક મોટો દાવો કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. અખિલેશે પૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું છે કે મમતા બેનર્જી (દીદી) ઐતિહાસિક બહુમતી સાથે ફરીથી સત્તામાં આવશે. આ ઉપરાંત, તેમણે મોંઘવારી, મહિલા અનામત અને ચૂંટણી પંચની કામગીરીને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

જ્યારે અખિલેશ યાદવને બંગાળ ચૂંટણીના પરિણામો અને એક્ઝિટ પોલ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "દીદી બંગાળમાં ઐતિહાસિક બહુમતી સાથે જીતવા જઈ રહ્યા છે." નોંધનીય છે કે અખિલેશ યાદવ પહેલેથી જ મમતા બેનર્જી અને તેમની પાર્ટી TMC ને સતત પોતાનું સમર્થન આપતા આવ્યા છે. એક્ઝિટ પોલના આંકડાઓ ભાજપ તરફ ઈશારો કરી રહ્યા હોવા છતાં, અખિલેશના આ દાવાથી ભાજપની છાવણીમાં ચોક્કસથી થોડું ટેન્શન વધી શકે છે.

સ્ટ્રોંગ રૂમ અને ચૂંટણી પંચની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

મમતા બેનર્જીએ EVM ના સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે રાતોરાત 4 કલાક ત્યાં કેમ વિતાવવા પડ્યા? આ સવાલના જવાબમાં અખિલેશે ચૂંટણી પંચ અને ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું, "આ જ તો સૌથી મોટી સમસ્યા છે કે આપણે કોના પર વિશ્વાસ કરીએ? તમને યાદ હશે કે અગાઉ કેવી રીતે રિવોલ્વરના જોરે લોકોને વોટ આપતા રોકવામાં આવ્યા હતા. મારું સ્પષ્ટ માનવું છે કે ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચે યુપીમાં જે મોડલનું ટેસ્ટિંગ કર્યું હતું, તે જ આખી સિસ્ટમ તેમણે પશ્ચિમ બંગાળમાં ઉતારી દીધી છે. તેમણે કેન્દ્રીય સુરક્ષા દળોનો ઉપયોગ કરીને એક સમાંતર વ્યવસ્થા ઊભી કરી દીધી છે. જોકે, આટલા ધમપછાડા કરવા છતાં બંગાળમાં તો દીદી જ જીતશે."

કેરળ વિધાનસભા ચૂંટણી 2026 એક્ઝિટ પોલ: કોંગ્રેસ ગઠબંધન UDF આગળ, જાણો કોને કેટલી બેઠક?

મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી

આ સિવાય અખિલેશ યાદવે વધતી જતી મોંઘવારી અંગે પણ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. ગેસ સિલિન્ડરના વધતા ભાવ અંગે તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, માત્ર સિલિન્ડર જ નહીં, પણ અનાજ અને વેપાર સહિત બધું જ હવે મોંઘુ થઈ ગયું છે.

વધુમાં, તેમણે ભાજપને 'કાચિંડા' સાથે સરખાવતા કહ્યું કે આ પાર્ટી ખરેખર મહિલાઓને અનામત આપવા જ નથી માંગતી. તેમણે આક્ષેપ કર્યો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબોના ખિસ્સા ખાલી કરીને માત્ર અમીરોના ખિસ્સા ભરવાનું જ કામ કરી રહી છે. હવે 4 મેના રોજ જ ખબર પડશે કે અખિલેશ યાદવનો દાવો કેટલો સાચો પડે છે અને બંગાળની જનતા કોને પોતાનો તાજ પહેરાવે છે.

એક્ઝિટ પોલ 2026: ભાજપ માટે ક્યાં ખુશી અને ક્યાં ગમ? આ આંકડા જોઈને તમે પણ ચોંકી જશો

Frequently Asked Questions

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો ક્યારે જાહેર થશે?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મેના રોજ જાહેર થવાના છે.

અખિલેશ યાદવે પશ્ચિમ બંગાળ ચૂંટણી અંગે શું દાવો કર્યો છે?

અખિલેશ યાદવે દાવો કર્યો છે કે મમતા બેનર્જી ઐતિહાસિક બહુમતી સાથે ફરીથી સત્તામાં આવશે.

અખિલેશ યાદવે ચૂંટણી પંચ અને ભાજપ પર કયા ગંભીર આક્ષેપો કર્યા છે?

અખિલેશ યાદવે આક્ષેપ કર્યો છે કે ભાજપ અને ચૂંટણી પંચે યુપીના મોડલનું ટેસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં કર્યું છે અને કેન્દ્રીય સુરક્ષા દળોનો ઉપયોગ કરીને સમાંતર વ્યવસ્થા ઊભી કરી છે.

અખિલેશ યાદવે મોંઘવારી મુદ્દે સરકારને કેવી રીતે ઘેરી?

અખિલેશે ગેસ સિલિન્ડર અને અન્ય ચીજવસ્તુઓના વધતા ભાવ અંગે સરકારની ટીકા કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget