(Source: ECI/ABP News/ABP Majha)
Bengal SSC scam: અર્પિતા મુખર્જીના વધુ એક ઘરમાંથી મળ્યા 20 કરોડ રોકડા, ત્રણ કિલો સોનું પણ મળી આવ્યુ
પશ્ચિમ બંગાળમાં શાળા ભરતી કૌભાંડના કેસમાં કેન્દ્રીય એજન્સી EDની કાર્યવાહી ચાલી રહી છે
West Bengal SSC Scam: પશ્ચિમ બંગાળમાં શાળા ભરતી કૌભાંડના કેસમાં કેન્દ્રીય એજન્સી EDની કાર્યવાહી ચાલી રહી છે. બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ કોલકાતાના બેલઘરિયામાં મંત્રી પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન કરોડો રૂપિયાની રોકડ મળી આવી છે. નોટો ગણવા માટે બેંકના પાંચ અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે. આ સાથે કેશ કાઉન્ટીંગ મશીન પણ મંગાવવામાં આવ્યા હતા. સૂત્રોએ રાત્રે લગભગ 9.30 વાગ્યે જણાવ્યું હતું કે 20 કરોડથી વધુની રોકડ મળી આવી છે. નોટોની ગણતરી હજુ ચાલુ છે.
Rs 40 cr and counting: ED recovers Rs 20 cr more cash from Arpita Mukherjee's second house
— ANI Digital (@ani_digital) July 27, 2022
Read @ANI Story | https://t.co/C90Iv9Bgju#EnforcementDirectorate #ArpitaMukherjee #TMC #WestBengal pic.twitter.com/JjL7EJHLwz
સૂત્રોએ જણાવ્યું કે ત્રણ કિલો સોનું, ચાંદીના સિક્કા અને મિલકતના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. અર્પિતા મુખર્જી હાલમાં EDની કસ્ટડીમાં છે. લાંબી પૂછપરછ બાદ તાજેતરમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. 22 જુલાઈએ ઈડીએ મુખર્જીના ઠેકાણામાંથી 21 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. બાદમાં લાંબી પૂછપરછ બાદ પાર્થ ચેટરજીની પણ ધરપકડ કરવામાં આવી હતી.
#WATCH | West Bengal: Hugh amount of cash, amounting to at least Rs 15 Crores, recovered from the residence of Arpita Mukherjee at Belgharia.
— ANI (@ANI) July 27, 2022
She is a close aide of West Bengal Minister Partha Chatterjee. pic.twitter.com/7MMFsjzny1
ડાયરીમાંથી રહસ્યો ખુલશે
અગાઉ અર્પિતા મુખર્જી પાસેથી બે ડાયરી જપ્ત કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ડાયરીઓમાંની એકમાં અર્પિતા મુખર્જી તેના બેંક ખાતામાં જમા કરાવવા માટે ઉપયોગમાં લેવાતી રોકડની માહિતી છે. ED એ જાણવા માંગે છે કે આ રોકડ અર્પિતા મુખર્જી પાસે ક્યાંથી આવી. આ ડાયરીમાં અનેક વખત અલગ-અલગ બેંકોમાં રોકડ જમા કરાવવાની વિગતો છે.