શોધખોળ કરો

Air India Emergency Landing: ઉડાન ભરતા જ હવામા બંધ થઇ ગયુ પ્લેનનું એન્જિન, પાયલટે કરાવવી પડી ઇમરજન્સી લેન્ડિંગ

એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, એર ઈન્ડિયા સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે, અમારા વિમાનના પાયલટ અને અન્ય સ્ટાફ આવી કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ સક્ષમ અને નિષ્ણાત છે

Plane Emergency Landing: ટાટા ગ્રૂપની માલિકીના એર ઈન્ડિયાના વિમાને ઉડાન ભર્યાના 27 મિનિટ પછી મુંબઈ એરપોર્ટ પર પરત ફરવું પડ્યુ હતું. અધિકારીઓએ જાણકારી આપી હતી કે વિમાનના ઉડાન ભર્યા બાદ કોઇ ટેકનિકલ ખામીના કારણે  વિમાનનું એક એન્જિન હવામાં બંધ થઇ ગયુ હતુ. ત્યારબાદ પાયલટે વિમાનને એરપોર્ટ પર પાછું લેન્ડ કરાવ્યું હતું.

 એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે બેંગ્લોર જઈ રહેલા આ પ્લેનના મુસાફરોને ગુરુવારે અન્ય વિમાનમાં રવાના કરવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન આ ઘટનાની તપાસ કરી રહી છે. એર ઈન્ડિયાના A320neo પ્લેનમાં CFM લીપ એન્જિન હોય છે. જ્યારે આ ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, એર ઈન્ડિયા સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે, અમારા વિમાનના પાયલટ અને અન્ય સ્ટાફ આવી કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ સક્ષમ અને નિષ્ણાત છે. અમારી એન્જિનિયરિંગ અને મેઇન્ટેનન્સ ટીમે તરત જ આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

 A320neo એરક્રાફ્ટે સવારે 9:43 વાગ્યે છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, એન્જિન બંધ થયા બાદ પાયલટે સવારે 10.10 વાગ્યે વિમાનને મુંબઈ એરપોર્ટ પર પાછું લેન્ડ કરાવ્યું હતું.

Twitter Tips: ફોનના કેમેરાથી જ આ ટિપ્સથી તમે બનાવી શકો છો GIF ફાઇલ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ........

IPLની આ સિઝનમાં ફાક ડુ પ્લેસીસ દમદાર કેપ્ટન સાબિત થયો, જાણો કોણ કોણ છે ટૉપ પર........

Post Office: પોસ્ટ ઓફિસ ખાતાધારકો માટે સારા સમાચાર, NEFT સેવા શરૂ, ટૂંક સમયમાં જ મળશે RTGS સુવિધા

એસટી બસમાં રાત્રે મુસાફરી કરતી એકલી મહિલાઓ માટે લાલબત્તિ સમાન કિસ્સો, આ જગ્યાએ ચાલુ બસે ડ્રાઈવરે...

ટોપ સ્ટોરી

4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
2027 માં 7 રાજ્યો માટે જંગ, ભાજપની નવી ટીમની પહેલી બેઠક, Gen Z માટે શું છે પ્લાન?
2027 માં 7 રાજ્યો માટે જંગ, ભાજપની નવી ટીમની પહેલી બેઠક, Gen Z માટે શું છે પ્લાન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Embed widget