News: કાકી અને ભત્રીજાનું ચાલતુ હતુ ઇલુ-ઇલુ, કાકાને ખબર પડતાં કર્યુ એવું કે આખુ ગામ જોવા ચઢ્યુ....
પતિએ જણાવ્યું કે, 2017માં તેના લગ્ન મુંગેર જિલ્લાની એક યુવતી સાથે થયા હતા. લગ્નના ચાર વર્ષ પછી પતિ-પત્ની વચ્ચે ખૂબ જ સારા સંબંધો હતા,
Bhagalpur News: દેશ અને દુનિયામાં કેટલીય એવી લવ સ્ટૉરી છે, જેના પર વિશ્વાસ કરવો વ્યક્તિ માટે બહુ જ કઠીન હોય છે. આવી જ એક ઘટના દેશમાં જ એટલે કે બિહારમાં ઘટી છે. ખરેખરમાં અહીં ભાગલપુરમાં કાકીને ભત્રીજા સાથે પ્રેમ થઇ ગયો અને તેનો અંજામ પણ જબરદસ્ત આવ્યો. આ કિસ્સો બિહારના ભાગલપુરનો છે. ભાગલપુરના સુલતાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામમાં ભત્રીજાને પોતાની જ કાકી સાથે પ્રેમ થઈ ગયો. કાકી પણ પતિનો પ્રેમ ભૂલીને ભત્રીજા સાથે ભવિષ્ય જોવા લાગી. બંને વચ્ચે આ ઇલુ ઇલુ લગભગ બે વર્ષ સુધી બધું ચાલ્યું. અંતે કાકાએ જ ભત્રીજાના લગ્ન તેની કાકી સાથે કરાવી દીધા. આ મામલો ગયા શનિવાર (3 જૂન) રાતનો છે. ખાસ વાત છે કે, રવિવારે (4 જૂન) આ લગ્ન થયા અને આ લગ્ન કરવાનો વીડિયો સોશ્યલ મીડિયા પર અત્યારે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
પતિએ જણાવ્યું કે, 2017માં તેના લગ્ન મુંગેર જિલ્લાની એક યુવતી સાથે થયા હતા. લગ્નના ચાર વર્ષ પછી પતિ-પત્ની વચ્ચે ખૂબ જ સારા સંબંધો હતા, પરંતુ 2021 પછી તેમના જીવનમાં તેમનો ભત્રીજો આવ્યો. તેની પત્ની મોટા ભાઈના પુત્ર તરફ આકર્ષાવા લાગી. બંનેનો પ્રેમ ગાઢ થયો અને વધવા લાગ્યો. જ્યારે પરિવારજનોને ખબર પડી ત્યારે આ વિશે બન્નેને સમજાવવામાં પણ આવ્યું, પરંતુ તેની કોઈ અસર ના દેખાઇ.
બન્ને ના માન્યા તો પોલીસ સ્ટેશન પહોંચ્યો મામલો -
કહેવાઇ રહ્યું છે કે બંનેને ઘણું સમજાવવામાં આવ્યું હતું, પરંતુ તેઓ ના માન્યા તો આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પતિ આ મામલે સુલતાનગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને મહિલા ડેસ્કની મદદ માંગી. મહિલા ડેસ્ક દ્વારા કાકી અને ભત્રીજાને પોલીસ સ્ટેશન બોલાવીને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ બંને લગ્ન કરવા પર અડગ રહ્યા હતા.
અંતે પતિએ કર્યુ એવું કે આખુ ગામ જોવા ચઢ્યું -
જ્યારે બંને લગ્ન પર અડગ રહ્યા તો પતિએ મોટું દિલ બતાવીને સુલતાનગંજના હનુમાન મંદિરમાં બંનેના એટલે કે કાકી અને ભત્રીજાના લગ્ન કરાવી દીધા. પતિએ કહ્યું કે, મારી પત્ની જેની સાથે સંમત હતી તે છોકરા સાથે મેં લગ્ન કર્યા. પત્નીએ કહ્યું કે તે આ જ છોકરા સાથે લગ્ન કરશે. મારા લગ્ન 2017માં થયા હતા. એક પુત્ર છે. મેં બંનેને ઘણીવાર સાથે જોયા હતા. જે બાદ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી હતી. મારી પત્ની 2017 થી મારી સાથે હતી, પરંતુ હું છેલ્લા બે વર્ષથી આ છોકરા સાથે વાત કરતો હતો.