શોધખોળ કરો

Bhagwant Mann Marriage: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલે બંધાશે લગ્નના બંધનમાં, જાણો કોણ છે તેમની થનારી પત્ની

Bhagwant Mann Wedding: ભગવંત માનના છ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. તેમની પ્રથમ પત્ની અને બાળકો અમેરિકામાં રહે છે. ભગવંત માનના બંને બાળકો શપથ ગ્રહણ સમારોહમાં આવ્યા હતા.

Bhagwant Mann Marriage:  પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ગુરુવારે ચંદીગઢમાં તેઓ લગ્ન કરશે. ભગવંત માન ડો. ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરશે. તેમના લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહેશે.

ભગવંત માનના છ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. તેમની પ્રથમ પત્ની અને બાળકો અમેરિકામાં રહે છે. ભગવંત માનના બંને બાળકો શપથ ગ્રહણ સમારોહમાં આવ્યા હતા.

પરિવારની નજીકની જ વ્યક્તિ છે પત્ની

ભગવંત માનની થનારી પત્ની અંગે કહેવાય છે કે તે તેના પરિવારની નજીકની વ્યક્તિ છે. ઘણા લાંબા સમયથી ભગવંત માન અને તેની થનારી પત્ની એકબીજાને જાણે છે. ભગવંત માનની માતાને પણ તે ગમે છે.

લગ્ન પહેલા ભગવતં માને પંજાબવાસીઓને આપી ભેટ

પંજાબની ભગવંત માન સરકારે વીજળીને લઈને મોટો નિર્ણય લીધો છે. જે સંદર્ભે માન સરકારે કેબિનેટ બેઠક યોજી હતી. કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે દિલ્હીની જેમ હવે પંજાબના રહેવાસીઓને પણ મફતમાં વીજળી મળશે. આમ આદમી પાર્ટીની મન સરકારે આખરે કેબિનેટની બેઠકમાં પંજાબના લોકોને દરેક બિલ પર 600 યુનિટ મફત આપવાની મંજૂરી આપી દીધી છે.

આ અંગે માહિતી આપતાં ખુદ મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કર્યું છે. તેમણે પોતાના ટ્વિટમાં કહ્યું કે, આજે કેબિનેટના સહયોગીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અમે પંજાબના લોકોને જે સૌથી મોટી ગેરંટી આપી છે તે મફત વીજળીના નિર્ણય પર મહોર મારવાની છે. હવે પંજાબના લોકોને દરેક બિલ પર 600 યુનિટ મફત વીજળી મળશે. અમે પંજાબ અને પંજાબીઓને આપેલા દરેક વચનને પૂર્ણ કરીશું.

પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીએ મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું. જોકે, આ જાહેરાતને લઈને ભારે હોબાળો થયો હતો. પરંતુ આખરે ભગવંત માન સરકારે પંજાબના લોકોને મફત વીજળી આપવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે પંજાબના લોકોને દરેક બિલ પર 600 યુનિટ મફત વીજળી મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ

પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોતDhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની પત્નીને PM મોદીએ આપી આ અનોખી ભેટ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
UPSC CSE 2025: UPSCએ સિવિલ સર્વિસ એક્ઝામ પ્રોસેસમાં કર્યો મોટો ફેરફાર, તમારા માટે જાણવું જરૂરી

હવે LinkedIn એકાઉન્ટ ભાડા પર લેવાના નામ પર Scam! મહિલાને મળી ઓફર

સંસદમાં આજે નવું આવકવેરા બિલ રજૂ થાય તેવી સંભાવના, ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા બનશે સરળ

Kotak Mahindra Bank: હવે કોટક મહિન્દ્રા બેન્ક કરી શકશે આ કામ, RBIએ હટાવ્યો પ્રતિબંધ

Embed widget