શોધખોળ કરો
Advertisement
ભારત બંધની સૌથી વધુ અસર બેન્કો પર પડી, કરોડો રૂપિયાનું અટવાયું ટ્રાંઝેક્શન
હડતાળની સૌથી વધુ અસર સરકારી બેન્કો પર જોવા મળી હતી. બેન્કો કર્મચારીઓના હડતાળના કારણે 21 હજાર કરોડ રૂપિયાના 28 લાખ ચેક અટકી પડ્યા હતા.
નવી દિલ્હી: ભારત બંધ અને બેન્ક હડતાળથી બેન્કિંગ સેવાઓ પર સૌથી વધુ અસર જોવા મળી હતી. બેન્કો કર્મચારીઓના હડતાળના કારણે 21 હજાર કરોડ રૂપિયાના 28 લાખ ચેક અટકી પડ્યા હતા. જ્યારે કેટલાક શહેરોમાં એટીએમ પણ ખાલી થઈ ગયા હોવાના અહેવાલ છે. જેનાથી લોકોને રોકડની સમસ્યા સર્જાઈ હતી.
હડતાળની સૌથી વધુ અસર સરકારી બેન્કો પર જોવા મળી હતી. લોકો બેન્કોની શાખાઓમાં જઈને ના તો પૈસા જમાવી કરી શક્યા અને ના તો ઉપાડી શક્યા. જો કે બેન્કોએ હડતાળની ગ્રાહકોને અગાઉથી જ સૂચિત કર્યા હતા.
ટ્રેડ યુનિયન દ્વારા બોલાવવામાં આવેલા આ બંધને પબ્લિ સેકટર બેંકનું સમર્થન મળ્યું. ટ્રેડ યૂનિયનોનો દાવો છે કે આ હડતાળમાં લગભગ 25 કરોડ લોકો સામેલ થયા. આ કારણે આજે દેશભરની બેંક બંધ રહી. સંગઠનો દ્વારા દાવો કરાયો છે કે મોદી સરકારની નીતિઓના કારણે દેશની અર્થવ્યવસ્થાને ખતરો પહોંચ્યો છે અને સામાન્ય લોકોને નુકસાન થઈ રહ્યું છે.
મોદી સરકારની આર્થિક અને જનવિરોધી નીતિઓ વિરૂદ્ધ આજે ટ્રેડ યૂનિયનોએ ભારત બંધની જાહેરાત કરી છે. બુધવારે સવારાથી જ ભારત બંધની અસર પણ જોવા મળી રહી છે. બંગાળમાં પ્રદર્શનની આશંકાને ધ્યાનમાં રાખતા બસ ડ્રાઈવર પણ સચેત થઈ ગયા છે. સિલિગુડીમાં રાજ્ય બસ સર્વિસના ડ્રાઈવર હેલમેટ પહેરીને બસ ચલાવી રહ્યા છે. જેથી કોઈપણ પ્રકારના હુલમાથી બચી શકાય.
દેશના મોટા ટ્રેડ યૂનિયન INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC સિવાય ઘણા અન્ય સેક્ટોરલ ઇડિપેન્ડેટ ફેડરેશન અને એસોસિયેશને હડતાળમાં સામેલ થવાની જાહેરાત કરી હતી. 60 સ્ટુડન્ટ યુનિયન, યૂનિવર્સિટીઝના અધિકારીઓએ પણ આ હડતાળનો હિસ્સો બનવાનું એલાન કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement