શોધખોળ કરો
Advertisement
ભૂપેશ બઘેલ છત્તીસગઢના મુખ્યમંત્રી બનશે, ધારાસભ્યોની બેઠકમાં નિર્ણય
નવી દિલ્હીઃછત્તીસગઢમાં નવા મુખ્યમંત્રીને લઇને છેલ્લા દિવસથી ચાલી રહેલું સસ્પેન્સ રવિવારે ખત્મ થઇ ગયું છે. એક ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, ધારાસભ્યોની દળની બેઠકમાં ભૂપેશ બઘેલને નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ અગાઉ મલ્લિકાર્જુન ખડગે અને પીએલ પુનિયા રાયપુર પહોંચ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે શપથ ગ્રહણ સમારોહ સોમવારે થઇ શકે છે. એક અન્ય નેતાએ જણાવ્યુ હતું કે, છત્તીસગઢના મુખ્યમંત્રી પસંદ કરવાની પ્રક્રિયા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની પ્રક્રિયા કરતા લાંબી છે. કારણ કે રાજ્યમાં નેતૃત્વમાં અલગ અલગ મત છે. આ અગાઉ રાજ્યમાં મુખ્યમંત્રીની પસંદગી માટે તમામ દાવેદારો સાથે લાંબી ચર્ચા કરી હતી.
2000માં જ્યારે છત્તીસગઢ અલગ રાજ્ય બન્યું તો બઘેલ પાટન બેઠક પરથી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. આ દરમિયાન તે કેબિનેટ મંત્રી પણ બન્યા. 2003માં કોગ્રેસે સત્તા ગુમાવી ત્યારે ભૂપેશ બઘેલ વિપક્ષના ઉપનેતા બન્યા હતા. 2014માં તેમણે છત્તીસગઢ કોગ્રેસના અધ્યક્ષ બનાવાયા હતા અને ત્યારથી તેઓ આ પદ પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement