શોધખોળ કરો

મોદી સરકારનો મોટો નિર્ણય, સેનાને મળશે 15 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, જાણો તેની ખાસિયત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સુરક્ષાની કેબિનેટ કમિટી(CCS)એ 15 સ્વદેશી લાઇટ એટેક હેલિકોપ્ટર (LCH) ખરીદવાની મંજૂરી આપી દીધી છે. આ હેલિકોપ્ટર HALપાસેથી 3387 કરોડમાં ખરીદવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સુરક્ષાની કેબિનેટ કમિટી(CCS)એ 15 સ્વદેશી લાઇટ એટેક હેલિકોપ્ટર (LCH) ખરીદવાની મંજૂરી આપી દીધી છે. આ હેલિકોપ્ટર HALપાસેથી 3387 કરોડમાં ખરીદવામાં આવશે. જેમાંથી 10 હેલિકોપ્ટર વાયુસેના માટે અને પાંચ ભારતીય સેના માટે હશે.

ગયા વર્ષે એટલે કે 19 નવેમ્બર 2021ના રોજ રાણી લક્ષ્મીબાઈના જન્મદિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરનું મોડલ વાયુસેનાને સોંપ્યું હતું. સ્વતંત્રતાના અમૃત મહોત્સવના ભાગ રૂપે, સંરક્ષણ મંત્રાલયે 17-19 નવેમ્બર દરમિયાન ઝાંસીમાં રાષ્ટ્રીય સંરક્ષણ સમર્પણ પર્વની ઉજવણી કરી હતી. તે જ અંતર્ગત ઝાંસીમાં દેશના સશસ્ત્ર દળોના ઘણા પ્રગતિશીલ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતે કારગિલ યુદ્ધ પછીથી જ એલસીએચ સ્વદેશી એટેક હેલિકોપ્ટર તૈયાર કરવાનું મન બનાવી લીધું હતું, કારણ કે તે સમયે ભારત પાસે એવું એટેક હેલિકોપ્ટર નહોતું, જે 15-16 હજાર ફૂટની ઊંચાઈએ જઈને દુશ્મનના બંકરોને નષ્ટ કરી શકે. પરંતુ તે પ્રોજેક્ટને વર્ષ 2006માં મંજૂરી મળી હતી. છેલ્લા 15 વર્ષની મહેનત બાદ આ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) તૈયાર કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે ભારતે હાલમાં જ અમેરિકા પાસેથી અત્યંત આધુનિક એટેક હેલિકોપ્ટર અપાચે ખરીદ્યું છે, પરંતુ અપાચે કારગીલ અને સિયાચીનના શિખરો પર ટેકઓફ અને લેન્ડિંગ કરી શકતું નથી, પરંતુ ખૂબ જ હળવા હોવાના અને ખાસ રોટર હોવાને કારણે એલસીએચ ઉંચા શિખરો પણ મિશનને અંજામ આપી શકે છે.

સરળતાથી દુશ્મનના રડારમાં નથી આવતું

એચએએલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એલસીએચમાં એવા સ્ટીલ્થ ફીચર્સ છે કે તે દુશ્મનના રડારને સરળતાથી પકડી શકશે નહીં. જો દુશ્મનનું હેલિકોપ્ટર અથવા ફાઇટર જેટ તેની મિસાઇલને LCH પર લૉક કરે છે, તો તે તેને મ્હાત પણ આપી શકે છે. તેની બોડી આર્મર્ડ છે, જેથી તેના પર ગોળીબારની કોઈ ખાસ અસર નહીં થાય. બુલેટની પણ રોટર્સ પર કોઈ અસર નહીં થાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

શું તમે આ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે, RBIએ લાઇસન્સ રદ કર્યું છે, જાણો જમા પૈસાનું શું થશે

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

Embed widget