શોધખોળ કરો

Bihar: ભાજપ બનાવી શકે છે પોતાનો મુખ્યમંત્રી, CM નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે

આ દરમિયાન નીતીશે કહ્યું કે આજ સુધી તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા નથી. આ કારણે જ એવી ચર્ચા શરૂ થઇ ગઇ છે કે તેઓ રાજ્યસભામાં જવા માંગે છે

પટણાઃ શું નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રીનું પદ છોડી દિલ્હી જવા માંગે છે? રાજ્યસભાના સભ્ય બનવા માંગે છે? અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે 30 માર્ચના રોજ બિહાર વિધાનસભામાં પોતાના ચેમ્બરમાં પત્રકારો સાથેની વાતચીતમાં  તેમણે જે કહ્યું તેનાથી આ પ્રકારના સંકેત મળી રહ્યા છે.

નીતિશ કુમાર ધારાસભ્ય, લોકસભાના સાંસદ, કેન્દ્ર સરકારમાં મંત્રી, બિહાર વિધાન પરિષદના સભ્ય રહી ચૂક્યા છે. હાલમાં તેઓ એમએલસી છે. નીતિશને લાગે છે કે તેઓ એકવાર રાજ્યસભાના સાંસદ બની જાય તો તેમનું રાજકીય જીવન પૂર્ણ થઇ

જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે તમે તમારા જૂના સંસદીય ક્ષેત્ર નાલંદાની મુલાકાત લઈ રહ્યા છો. જૂના સંસદીય મતવિસ્તાર બાઢને જિલ્લો બનાવવાની વાત થઈ છે. જો તમે ત્યાંથી ઘણી વખત સાંસદ રહી ચુક્યા છો તો શું તમે ફરીથી લોકસભાની ચૂંટણી લડશો? તેના પર તેમણે કહ્યું કે આ મારી અંગત મુલાકાત છે. હું કોરોના મહામારીના કારણે  2 વર્ષ સુધી જઈ શક્યો નહીં. તેથી જ હું ત્યાં જાઉં છું. હું લોકોને મળી રહ્યો છું. હું સમસ્યાઓ સાંભળી રહ્યો છું. લોકસભા ચૂંટણી લડવાનો મારો કોઈ ઈરાદો નથી.

આ દરમિયાન નીતીશે કહ્યું કે આજ સુધી તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા નથી. આ કારણે જ એવી ચર્ચા શરૂ થઇ ગઇ છે કે તેઓ રાજ્યસભામાં જવા માંગે છે. આ સાથે નીતીશે એમ પણ કહ્યું કે તેઓ હાલમાં બિહારની સેવા કરી રહ્યા છે. અહીંની જવાબદારી તેમની છે.

નીતિશના ઉપરાષ્ટ્રપતિ બનવાની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે. જો ભાજપ તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવવાની ઓફર કરશે તો તેમના માટે રાજ્યસભામાં જવાનો રસ્તો પણ સાફ થઈ જશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. રાજ્યસભાના અધ્યક્ષ બની જશે.

ભાજપ પોતાના જ મુખ્યમંત્રી બનાવવા માંગે છે!

બિહારના રાજકારણમાં એવી ચર્ચા છે કે ભાજપ બિહારમાં પોતાના મુખ્યમંત્રી બનાવવા માંગે છે. ત્રણ VIP ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. બિહાર વિધાનસભામાં 77 ધારાસભ્યો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. બિહારના ભાજપના ધારાસભ્ય હરિભૂષણ ઠાકુર બચૌલે દાવો કર્યો છે કે કોંગ્રેસના 19માંથી 13 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે જે ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે.

બીજેપી બિહારમાં પોતાના ધારાસભ્યોની સંખ્યા વધારી રહી છે. સવાલો ઉઠવા લાગ્યા છે કે શું તેમની નજર મુખ્યમંત્રી પદ પર છે?  બિહારના બીજેપી ધારાસભ્ય વિનય બિહારીએ આ અટકળોને વેગ આપ્યો હતો. બીજેપી ધારાસભ્ય વિનય બિહારીએ કહ્યું છે કે બિહારમાં નીતિશને સીએમ પદ પરથી હટાવવા જોઈએ. તેમણે કહ્યું કે બિહારમાં ભાજપનો મુખ્યમંત્રી હોવો જોઈએ.

બિહારના મંત્રીએ શું કહ્યું?

બિહારના કૃષિ મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા અમરેન્દ્ર કુમારે કહ્યું કે મને ખબર નથી કે નીતીશજીએ પત્રકારો સાથે વાતચીતમાં શું કહ્યું, પરંતુ હું ઈચ્છું છું કે તેઓ રાજ્યસભામાં ન જાય. બિહારમાં રહે . બિહારના મુખ્યમંત્રી રહે. બિહારને તેમની જરૂર છે. તેમણે મુખ્યમંત્રી તરીકે સારું કામ કર્યું છે. બિહારમાં જ રહે છે તો રાજ્યનો ઝડપથી વિકાસ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Embed widget