શોધખોળ કરો
Advertisement
Bihar Election: જો BJPએ 1995નો મહારાષ્ટ્ર ફોર્મ્યૂલા અપનાવ્યો તો નીતીશને ગુમાવવું પડશે CM પદ
બિહાર વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં મળેલા આંકડાના હિસાબથી રાજ્યમા ભાજપ-જેડીયૂ ગઠબંધનની સરકાર બનતી જોવા મળી રહી છે.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં મળેલા આંકડાના હિસાબથી રાજ્યમા ભાજપ-જેડીયૂ ગઠબંધનની સરકાર બનતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલથી ઉલટા પરિણામ બાદ એનડીએમાં ખુશીને લહેર છે. એવામાં સવાલ એ થાય છે કે જે વાતને ભાજપ સતત કહી રહી છે કે બેઠકો વધારે આવે કે ઓછી મુખ્યમંત્રી નીતીશ કુમાર જ બનશે, શું તે પોતાના આ વાયદા પર ટકી રહેશે ? અથવા ભાજપ બિહારમાં સરકાર બનાવવા માટે મહારાષ્ટ્ર ફોર્મ્યૂલા અપનાવશે ?
શું છે મહારાષ્ટ્ર ફોર્મ્યૂલા
જો અતીતમાં સરકાર ગઠન પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં ઓછી બેઠકો આવવાના કારણે ભાજપે ત્યાં શિવસેનાને પોતાનો મોટો ભાઈ માનવો પડ્યો હતો અને પ્રથમ વખત 1995માં રાજ્યમાં શિવસેનાનો પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યો હતો. એ સમયે મનોહર જોશીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા જ્યારે ભાજપે ગોપીનાથ મુંડેને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા.
1990ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેના 183 બેઠકો પર ચૂંટણી લડ્યું હતું અને 52 બેઠકોમાં જીત મેળવી હતી, જ્યારે ભાજપ 105 બેઠકો લડી 42 બેઠકો પર જીત મેળવી હતી. આ ફોર્મ્યૂલા 1995નૂ ચૂંટણીમાં અપનાવવામાં આવ્યો હતો. પરંતુ આ સમયે શિવસેનાને 73 બેઠકો મળી હતી અને ભાજપને 65 બેઠકો મળી હતી.
બિહાર ચૂંટણીમાં એનડીએનમાં જેડીયૂ 115 બેઠક, ભાજપ 110 બેઠક,વીઆઈપી 11 અને હમ ચૂંટણી લડ્યું હતું. મહાગઠબંધનમાં આરજેડીએ 144 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા. જ્યારે કૉંગ્રેસે 70 સીપીઆઈએમએલ 19, સીપીઆઈ 6 અને સીપીએમ 4 બેઠકો પર ચૂંટણી લડ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion