શોધખોળ કરો
બિહારમાં કોરોનાના કારણે પ્રથમ મોત, દેશમાં છ લોકો ગુમાવી ચૂક્યા છે જીવ
બિહારમાં કોરોના વાયરસના બે પોઝિટીવ દર્દી મળ્યા છે. એક કતાર અને બીજો સ્કોટલેન્ડથી ભારત આવ્યા હતા

નવી દિલ્હીઃ બિહારમાં કોરોનાના કારણે પ્રથમ મોત થયું છે. પટણાની એઇમ્સ હોસ્પિટલમાં મુંગેર જિલ્લાનો રહેવાસી યુવકનું કોરોનાના કારણે મોત થયું હતું. જ્યારે દેશભરમાં કોરોનાના કારણે મોત થનારા લોકોની સંખ્યા છ થઇ ગઇ છે. જ્યારે દેશમાં કોરોનાના દર્દીઓ સંખ્યા 341 થઇ ગઇ છે. બિહારમાં કોરોના વાયરસના બે પોઝિટીવ દર્દી મળ્યા છે. એક કતાર અને બીજો સ્કોટલેન્ડથી ભારત આવ્યા હતા. સ્કૉટલેન્ડના દર્દીને એનએમસીએચમાં ભરતી કરવામાં આવ્યો છે. એઇમ્સના નિર્દેશકે કહ્યું કે, મૃતક યુવકના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું છે. મૃતક સૈફ અલી સાઉદી અરેબિયાથી આવ્યો હતો. બિહારમાં કોરોના વાયરસના લક્ષણો ધરાવતા 520 મુસાફરોને અત્યાર સુધી સર્વિલાન્સ પર રાખવામાં આવ્યા હતા. તેઓનો 14 દિવસ સુધી હોમ આઇસોલેશન પર રાખીને ડોક્ટરો દ્ધારા દેખરેખ રાખવામાં આવી રહી છે.
વધુ વાંચો





















