ત્રણ સંતાનોની માતાને 15 વર્ષના માસિયાઈ ભાઈ સાથે બંધાયા શરીર સંબંધ, ઘરમાં જ માણતાં શરીર સુખ ને પછી.........
ત્રણ સંતાનોની માતાને 15 વર્ષના માસિયાઈ ભાઈ સાથે શરીર સંબંધ બંધાયા બાદ કરૂણ અંજામ આવ્યો હતો.
દેશમાં ક્યારેક એવી પણ ઘટના બનતી હોય છે જેની આપણે કલ્પના પણ કરી નથી હોતી. બિહારમાં આવી જ એક ઘટના બની છે,. ત્રણ સંતાનોની માતાને 15 વર્ષના માસિયાઈ ભાઈ સાથે શરીર સંબંધ બંધાયા બાદ કરૂણ અંજામ આવ્યો હતો. થોડો દિવસ પહેલા મધુબનીના ઝંઝારપુર વિસ્તારમાં સડક કિનારેથી એક અજાણ્યા યુવકની લાશ મળતાં સનસની મચી ગઈ હતી. ઝાડીમાં લાશ પડી હોવા અંગે ગ્રામીણોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે હત્યાનું રહસ્ય ઉકેલતા મોટો પર્દાફાશ કર્યો હતો.
પોલીસે શું કહ્યું
ઝંઝારપુર એસડીપીઓ આશીષ આનંદ અનુસાર મૃતકની પત્ની ત્રણ બાળકોની માતા છે. તેણે જ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. મૃતકની ઓળખ શિનાખ્ત પંડીત પોલીસ સ્ટેશન વિસ્તારના ભગવતીપુર ગામના રહેવાસી મોહમ્મદ માશૂક તરીકે થઈ હતી.
મૃતકની સાસુ પણ હત્યામાં સામેલ
પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ, મોહમ્મદ માશૂકની પત્ની નસીમા ખાતૂનને તેના માસિયાઈ ભાઈ મોહમ્મદ સોનૂ સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. આ કારણે તેણે તેના પ્રેમી અને ત્રણ મિળો સાથે મળીને પતિને રસ્તામાંથી હચાવી દીધો હતો. આ કાવતરામાં મૃતકની સાસુ પણ સામેલ હતી.
પહેલા દારૂ પીવડાવ્યો ને પછી...
હત્યાકાંડને અંજામ આપનારા મોહમ્મદ સોનૂની ઉંમર માત્ર 18 વર્ષ છે. પોલીસ અનુસાર નસીમાના કહેવા પર તેના પ્રેમીએ ત્રણ મિત્રો સાથે મળીને મોહમ્મદ માશૂકને પહેલા દારૂ પીવડાવ્યો. જે બાદ બાઇક પર બેસાડીને મેહથ પુલ નજીક લાવ્યા અને તીક્ષ્ણ હથિયારથી તેનું ઢીમ ઢાળી દીધું. પોલીસે આ મામલે મૃતકની પત્ની અને સાસુ સહિત છ લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે.